Homeગામનાં ચોરેયુવતીએ શારીરિક સંબંધ બાંધી યુવકના ગળામાં રહેલી ચેઈન ખેંચી મોતને ઘાટ ઉતારી...

યુવતીએ શારીરિક સંબંધ બાંધી યુવકના ગળામાં રહેલી ચેઈન ખેંચી મોતને ઘાટ ઉતારી દીધો, શરીરના અસંખ્ય ટૂકડા કર્યા અને માથું ડોલમાં નાખ્યું…

Team Chabuk-International Desk: એક યુવતીએ યુવક સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેના ગળામાં રહેલી ચેન ખેંચી તેનું કાસળ કાઢી નાખ્યું હતું. ગળું રુંધાવાના કારણે આ શખ્સનું મોત થયું હતું. મોતને ઘાટ ઉતાર્યા બાદ આ યુવતીએ યુવકના શરીરના અગણિત ટૂકડાઓ કરી નાખ્યા હતા. તેના માથાને ડોલમાં નાખી છોડી દીધું હતું. જ્યારે શરીરના અન્ય અંગોને વિભિન્ન જગ્યાએ છુપાવી દીધા હતા. આ પહેલા બંને કપલે ભરપૂર માત્રામાં ડ્રગ્સ લીધું હતું અને નશામાં જ બંનેએ ગળામાં ચેન બાંધી લીધી હતી.

આ સમગ્ર ઘટના અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યની છે. અહીં ગ્રીન બે શહેરની પોલીસે 24 વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. હત્યારી યુવતીનું નામ ટેલર એસ છે. યુવતી પર જાણીજોઈને હત્યા કરવી, મૃતદેહને ક્ષતવિક્ષત્ કરી નાખવો અને થર્ડ ડિગ્રી યૌન ઉત્પીડનનો કેસ ફાઈલ થયો છે.

પોલીસને પીડિતનો મૃતદેહ ગ્રીન બેના એક ઘરમાંથી મળી આવ્યો હતો. પોલીસે આ અંગે કહ્યું કે, ટેલરને અંતિમ વખત પીડિતની સાથે જ જોવામાં આવી હતી. જ્યારે અમે યુવતીને પ્રથમ વખત જોઈ ત્યારે તેના હાથ અને કપડાં લોહીથી લથબથ હતા. જ્યારે પોલીસે ટેલરની ગાડીની તપાસ કરી તો તેમાંથી મૃતકનો પગ અને શરીરના અન્ય કેટલાક ભાગ મળી આવ્યા હતા. જે જોઈ પોલીસના શરીરમાંથી લખલખુ પસાર થઈ ગયું હતું.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળ પરથી ડ્રગ્સ અને લોહીના પુરાવા હાથ લાગ્યા છે. જ્યારે પોલીસે આ અંગે યુવતીને પૂછ્યું ત્યારે યુવતીએ જણાવ્યું હતું કે, તેણીએ તેના પાર્ટનરની સાથે ડ્રગ્સ લીધું હતું. પીડિતે ગળામાં ચેઈન પહેરી હતી અને બંનેએ સંબંધો બાંધ્યા હતા. નશામાં યુવતીએ તેના પાર્ટનરનું ગળું ચેઈનથી ખેંચી દબાવી દીધું હતું અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments