Homeગુર્જર નગરીજૂનાગઢઃ કેશોદ એરપોર્ટ ફરી શરૂ થશે, 12 માર્ચે પહેલી ફ્લાઈટ ભરશે ઉડાન

જૂનાગઢઃ કેશોદ એરપોર્ટ ફરી શરૂ થશે, 12 માર્ચે પહેલી ફ્લાઈટ ભરશે ઉડાન

શૈલેષ નાઘેરાઃ આખરે લાંબા સમયની માગણીઓ બાદ જૂનાગઢના કેશોદનું એરપોર્ટ ફરી ધમધમતું થશે. આગામી તા.12 માર્ચના રોજ કેશોદ એરપોર્ટનું કેન્દ્રીય નાગરીક ઉડ્યન મંત્રી જયોતિરાદિત્‍ય સિંધિયા ઉદદ્ધાટન કરશે. છેલ્લા કેટલાય સમયથી કેશોદનું એરપોર્ટ શરૂ કરવા માગણી થઈ રહી હતી. જેને ધ્યાને લઈ સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રયાસો હાથ ધર્યા હતા. જેને સફળતા મળી છે. કેશોદ એરપોર્ટ જૂનાગઢ અને સોમનાથની વચ્‍ચે આવેલું છે. જેથી મુસાફરોને બંને જિલ્‍લાના પર્યટન સ્થળોની કનેક્ટીવીટી માટે સરળતા રહેશે. 

એરપોર્ટ પર હવાઈ મુસાફરી શરૂ કરવા માટે 25 કરોડના ખર્ચે રન-વે સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આગામી 12મી માર્ચે કેશોદ એરપોર્ટ પરથી સીધી મુંબઇની ફલાઈટ ઉડાન ભરશે.  

આ અંગે મંત્રી સિંધિયા દ્વારા સાંસદ રાજેશ ચુડાસમાને પત્ર લખીને જાણ પણ કરવામાં આવી છે. કેશોદ એરપોર્ટ શરૂ થવાથી સૌરાષ્‍ટની સાથે જૂનાગઢ અને ગીર સોમનાથના પ્રવાસન ઉદ્યોગને સારો વેગ મળશે.

કેશોદ શહેરમાં આવેલું એરપોર્ટ ઘણા સમયથી બંધ હોવાથી તેને શરૂ કરવા વેપારી મંડળે અનેક વાર રજૂઆત કરી હતી. દર વખતે ચૂંટણીમાં કેશોદ એરપોર્ટ શરૂ કરવાનો મુદ્દો ગુંજતો પણ હતો. જેને લઈ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા પ્રયાસો હાથ ઘરવામાં આવ્યા હતા. જે અંર્તગત દિલ્‍હી ખાતે મંત્રીને મળી ઉડાન યોજના અંર્તગત કેશોદ એરપોર્ટ પરથી વિમાન સેવા શરૂ કરવા રજૂઆત કરી હતી. જેને લઈ ઉડયન મંત્રાલય દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં ગીરનારનો તેમજ સોમનાથનો વિકાસ થતાં મોટી સંખ્યામાં રાજ્ય બહારના પર્યટકો પણ ગુજરાત આવી રહ્યા છે. અને ગીરનારની ગોદમાં તેમજ સોમનાથ દાદાના સાનિધ્યમાં લટાર મારી રહ્યા છે. પર્યટકોનો આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments