Homeગુર્જર નગરીગુજરાતની આ જગ્યાએ સોસાયટી બહાર લાગ્યા બેનર, ‘કોઈ વિધર્મીને મકાન કે દુકાન...

ગુજરાતની આ જગ્યાએ સોસાયટી બહાર લાગ્યા બેનર, ‘કોઈ વિધર્મીને મકાન કે દુકાન ભાડે આપવા નહીં.’

Team Chabuk-Gujarat Desk: એક સોસાયટીનો ગેટ છે. અહીં એક બેનર ટાંગ્યું છે. પીળા કલરનું અને લાલ કલરના શબ્દોથી મઢેલું આ બેનર હવામાં ફરફર ઊડી રહ્યું છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે કોઈ પણ વિધર્મીને મકાન કે દુકાન ભાડે આપવી નહીં. જો આપવામાં આવે છે અને તેમની સંપત્તિને નુકસાન થાય છે તો સઘડી જવાબદારી તેમની રહેશે.

ક્યાંની છે ઘટના?

સુરતના વરાછાની કેટલીક સોસાયટીમાં આ અનોખી ઘટના બની છે. અહીંના સોસાયટીના રહીશોએ ભેગા મળીને નિર્ણય લીધો છે કે કોઈ વિધર્મીને મકાન ન આપવું. આ બેનરમાં સ્પષ્ટ શબ્દોમાં એવું લખવામાં આવ્યું છે કે વિધર્મીઓના કારણે બહેન દીકરીઓ સુરક્ષિત નથી. આ સિવાય બેનરમાં લવ જેહાદના મુદ્દાને પણ આવરી લેવામાં આવ્યો છે. ભાડે મકાન અથવા તો દુકાન ન આપવાની વાત લખવામાં આવી છે. આ માટે ચીમકી આપતા સ્થાનિકોએ કહ્યું છે કે જેમણે વિધર્મીઓને દુકાન આપી હોય તે ખાલી કરાવી દે. જો સંપત્તિને નુકસાન થાય તો આ માટે તેઓ જવાબદાર રહેશે નહીં.

બેનરમાં શું લખવામાં આવ્યું છે?

બેનરમાં લખવામાં આવ્યું છે કે, ‘સોસાયટીના તમામ લોકોને જણાવવામાં આવે છે કે આપણા વિસ્તારમાં કોઈ પણ વિધર્મી લોકોને રહેવા કે ધંધો કરવા માટે ભાડેથી મકાન કે દુકાન આપવી નહીં. આ વિધર્મીઓ સાથે આપણી બહેન દીકરીઓ સલામત નથી. લવ-જેહાદ કરીને હિન્દુ બહેનોને ભગાડી જાય છે. આ બધા વિધર્મીઓ લૂંટ, હત્યા, બળાત્કાર જેવા ગુનાઓ કરીને અન્ય રાજ્યોમાંથી તડીપાર થઈને અહીં કામધંધો કરવા ઓળખ છૂપાવી આવતા હોય છે. સોસાયટીમાંથી જો કોઈ પણ લોકોએ વિધર્મીઓને મકાન કે દુકાન ભાડેથી આપી છે તેઓ તાત્કાલિક ખાલી કરાવે, નહીંતર કોઈ પણ ખરાબ ઘટના બનશે અને તેમની સંપત્તિને નુકશાન થશે તો જવાબદારી તેમની પોતાની રહેશે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments