Team Chauk-Gujarat Desk: રંગીલા રાજકોટમાં ફરી એક વખત આત્મહત્યાની ઘટના બની છે. આ વખતે શહેરમાં 19 વર્ષીય યુવતીએ ગળેટૂંપો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. મળતી માહિતી પ્રમાણે આ યુવતીનું નામ શ્વેતા રામસિંગભાઈ પામક છે. તેણી રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ પંચાયત ચોકના ગવર્મેન્ટ ક્વાર્ટરમાં નંબર સી-108માં રહેતી હતી અને ટી.એન.રાવ કોલેજમાં નર્સિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ બે બહેનોમાં મોટી એવી શ્વેતા ઘરે એકલી હતી. તેની બહેન ટ્યૂશનમાં ગઈ હતી જ્યારે માતા શાકભાજી લેવા માટે બહાર ગઈ હતી. જ્યારે પિતા પણ કામના કારણે બહાર હતા. એવામાં એકાંતનો લાભ ઉઠાવી શ્વેતાએ આ અણધાર્યું પગલું ભર્યું હતું. તેની માતા જ્યારે શાકભાજી લઈ ઘરે પરત આવી ત્યારે શ્વેતા લટકતી હતી. પોતાની વ્હાલસોય પુત્રી શ્વેતાને આમ લટકતી જોઈ માતા ભાંગી પડી હતી.
શ્વેતા બે બહેનોમાં મોટી હતી ને તેના પિતા સરકારી કોન્ટ્રાક્ટર છે. જ્યારે માતા નર્સ તરીકે ફરજ બજાવે છે. શ્વેતાએ શા કારણે આત્મહત્યા કરી? તેની આત્મહત્યા પાછળનું કારણ શું? આ સિવાય આત્મહત્યાની કોઈ નોટ પણ ઘટના સ્થળ પરથી મળી નથી આવી. હાલ યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત