Homeગુર્જર નગરીરાજકોટમાં પ્રેમી પંખીડાના આપઘાતના પ્રયાસમાં મોટો ઘટસ્ફોટઃ યુવકે યુવતીની હત્યા કરી પોતે...

રાજકોટમાં પ્રેમી પંખીડાના આપઘાતના પ્રયાસમાં મોટો ઘટસ્ફોટઃ યુવકે યુવતીની હત્યા કરી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો

Team Chabuk-Gujarat Desk: રાજકોટની હોટેલ નોવા બુટીકમાં યુવક-યુવતીના આપઘાતના પ્રયાસ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. હોટેલના રૂમમાં યુવતી મૃત હાલતમાં મળી હતી જ્યારે યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. આ મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રેમીએ સગીર પ્રેમિકાની સૌપ્રથમ રૂમમાં હત્યા કરી હતી અને બાદમાં પોતે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

મહત્વનું છે કે, કાલાવડની ધ્રુવા જોશી નામની યુવતી અને ભુજના માધાપરનો જેમિશ દેવાયતકા નામનો યુવક રાજકોટ શહેરના કરણસિંહજી રોડ ઉપર આવેલી હોટેલ નોવા બુટીકમાં રોકાયા હતા. આ હોટેલના રૂમ નંબર 301માંથી યુવતી મૃત હાલતમાં મળી હતી જ્યારે યુવકને સારવાર માટે લઈ જવાયો હતો. સૌ પ્રથમ એવી વાત સામે આવી હતી કે પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પરંતુ પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે, પ્રેમી યુવક જેમિશે સૌ પ્રથમ પ્રેમિકાના ગળામાં ટાઈ બાંધી ગળે ફાંસો આપ્યો હતો અને બાદમાં પોતે એસિટ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પ્રેમી યુવકે સગીર પ્રેમિકાના આધાર કાર્ડમાં જન્મ તારીખમાં ચેડાં કરીને હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો. ગઈકાલે સવારથી જ ધ્રુવા અને જેમિશ હોટલમાં રોકાયા હતા. જોકે, ધ્રુવા જોશી સગીર હોવાનુ ખુલ્યુ છે. હોટેલમાં રૂમ રાખવા માટે જેમિશે સગીરા ધ્રુવાના અધારકાર્ડમાં છેડછાડ કરી હતી. સાચા આધાર કાર્ડમાં ઉંમર 17 વર્ષ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે હોટેલ સંચાલકોએ યોગ્ય પુરાવાઓ વગર રૂમ આપતા સવાલો ઉઠ્યા છે. ધ્રુવાની હત્યા કરીને જેમિશે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવક જેનીશ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments