Team Chabuk-Gujarat Desk: શિયાળાની સમાપ્તિ અને ઉનાળો દરવાજે દસ્તક આપી રહ્યો છે ત્યારે ફરી એક વખત માવઠાની આગાહી આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત માર્ચના રોજ દક્ષિણ ગુજરાતના ડાંગ, નર્મદા અને તાપી સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરીથી એક વખત કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. જેના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ પૂર્વે શિયાળામાં પણ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. વાતાવરણમાં પલટો આવતાં ગરમીમાં આંશિક રાહત મળશે જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે.
ચાર વખત વાતાવરણમાં પલટો
બીજી બાજુ ભેજનું પ્રમાણ સામાન્ય કરતા વધારે રહેવાનું હોવાના કારણે રાતના સમયે ગરમી અને ઉકળાટનો બેધારી હુમલો જનતાએ સહન કરવો પડશે. આ દરમિયાન ચારેક વખત વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જેમાં એપ્રિલ મહિનાના બીજા તેમજ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં એમ બે વખત આકાશમાંથી અણધારી આફતનો વરસાદ વરસે તેવી શક્યતા છે. કમોસમી વરસાદનું જોર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સાથે મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધુ રહી શકે છે.
શિયાળામાં કેવું હતું વાતાવરણ?
શિયાળાની ફુલ ગુલાબી સિઝનમાં પણ જનતાને ત્રિવિધ ઋતુના દર્શન થયા હતા. સવારમાં શિયાળાની શાહી સવારી, બપોરના ઉનાળાનો ઉકળાટ અને રાતના ક્યારે ઝાપટું આવી ચાલ્યું જાય તેની ખબર નહોતી રહેતી. આ શિયાળામાં વાતાવરણમાં અણધાર્યો પલટો આવવાના કારણે ચાર ચાર દિવસ સુધી ઢાકોડું રહ્યું હતું. જેના કારણે સવારથી સાંજ સુધી મહાનગરો પર ધુમ્મસની ચાદર પથરાઈને રહી હતી. બે બે દિવસ સુધી સૂર્યના દર્શન દુર્લભ થઈ પડ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત