Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી તસ્કરોનો ત્રાસ વધ્યો છે. ચોરી, લૂંટ, મારામારી અને હત્યના બનાવ વધ્યા છે. જાણે કે, જિલ્લામાં તસ્કરોને પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ એક પછી એક ગુનાઓ આચરી રહ્યા છે. આવા સમયે વધુ એક ઘટના બની છે જેમાં તસ્કરોએ મંદિરને પણ નથી મુક્યું. મંદિરમાંથી તસ્કરો ખોડિયાર માતાની મૂર્તિની ચોરી કરી ગયા છે જેને લઈને ભક્તોમાં રોષ ફેલાયો છે અને આરોપીઓને તાત્કાલિક પકડી મૂર્તિ પરત લાવવા માગણી ઉઠી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મંદિરમાંથી જે મૂર્તિ ચોરાઈ છે તેનો ખોડિયારમાતાની પ્રતિમાં જેવો આકાર નથી પરંતુ લોકો વર્ષોથી પથ્થર સ્વરૂપે જ ખોડિયારમાતાની પૂજા કરી રહ્યા છે.
ઘટના સાયલાના માનસરોવર પાસે રાજાશાહી સમયથી સ્થિત ખોડિયાર માતાજીના મંદિરની છે. સાયલા શહેર અને આજુબાજુના ભકતો માટે ગ્રામદેવીનું મંદીર નાનું છે પરંતુ આ મંદિર હજારો લોકાની આસ્થાનું કેન્દ્ર છે. આ ખોડિયાર માતાના મંદિરમાં 150 વર્ષથી વધુ પ્રાચીન 7 દેવીની પથ્થરની આકાર વગરની પ્રતિમા છે.
મંદિરમાં કુલ 7 પ્રતિમા છે જે પૈકી અજાણ્યા શખ્સો 6 પ્રતિમા જેમની તેમ રાખી વચ્ચેની એક પ્રતિમા જ લઇ ગયા છે. મંદિરના મહંત રાજુભાઇ રાવલે આ ઘટના અંગે કહ્યું કે, વહેલી સવારમાં કોઇ માતાની પ્રતિમાં લઇ નાસી છૂટ્યો હોય તેવું અનુમાન છે.
રાજાશાહીના સમયથી સૂર્યનો આદ્રા નક્ષત્રમાં વધુ વરસાદની આશા સાથે આદ્રા પાળવાનો અને ખોડિયાર મંદિરે ગ્રામજનોના સહિયારા દાન, સહકાર સાથે રાજવી પરિવારના યજમાને નવચંડીનું આયોજન થવાની પરંપરા અકબંધ છે. જેમાં ગ્રામજનો દર્શન, પૂજન કરીને પ્રસાદ ગ્રહણ કરીને ગ્રામદેવીને રિઝવવા ભક્તિભાવ કરે છે.
બીજી તરફ મૂર્તિની ચોરીથી અનેક સવાલો ઉઠ્યા છે. શા માટે તસ્કરો એક જ પ્રતિમા ચોરી ફરાર થયા ? મૂર્તિ ચોરી પાછળ રૂપિયાની લાલચ છે કે પછી મામલો રૂપિયાનો નથી ? આ અંગે તસ્કરો ઝડપાયા બાદ સાચી હકીકતો બહાર આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત