Homeગુર્જર નગરીકોડીનારમાં સાત સિંહોના ધામાથી ખેડૂતો કેમ ખુશખુશાલ છે?

કોડીનારમાં સાત સિંહોના ધામાથી ખેડૂતો કેમ ખુશખુશાલ છે?

Team Chabuk-Gujarat Desk: સિંહની એન્ટ્રી થાય તો વિસ્તારમાં ફફડાટ વ્યાપી જાય, દોડાદોડી અને રાડારાડી મચી જાય, સિંહને પકડી પાડવા માટે દે દેકારો થઈ જાય, પરંતુ કોડીનાર તાલુકાના કરેડા ગામના લોકો ખુશખુશાલ છે. તેમની ખુશીનું કારણ સાત સિંહો છે, જેમણે તેમના વાડી વિસ્તારની આસપાસ ધામા નાખ્યા છે. પાક ઉગીને ઊભો થયો હોય ત્યાં ભૂંડ, રોઝ, નીલગાય જેવા પ્રાણીઓ ઉધમ મચાવવા માટે વાડીમાં ઘુસી જતા હોય છે પણ કોડીનાર તાલુકાના કરેડા ગામમાં સિંહની ડણક સાંભળી ખેડૂતોમાં ખુશીનો સંચાર થયો છે.

અહીં ગઈકાલે ગળામાં કોલર પહેરેલી એક સિંહણ દેખાઈ હતી. આંબાના એક બગીચામાંથી ટીંબા પર સિંહણ જોવા મળતા પોતાના માલઢોર હોય લોકો એકઠા થયા હતા. થોડીવાર ત્યાં નજર નાખી સિંહણ પરત ફરી ગઈ હતી. સિંહણની ઉપસ્થિતિ અંગે લક્ષ્મણભાઈ બારડે કહ્યું હતું કે, અમારા ગામની સીમમાં છેલ્લા એક મહિનાથી સાવજોના ધામા છે. પણ તેની બહુ રંજાડ નથી. અને સાવજો છે તો તેને લીધે નીલગાય અને ભૂંડના ત્રાસથી છૂટકારો મળ્યો છે. સાવજો અમારા માટે અત્યારે તો ઉભા મોલ માટે આશીર્વાદરૂપ છે. મોલનું રક્ષણ કરનાર તે અમારા સાથી છે. અમને સાવજોથી કોઇ ફરિયાદ નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments