Homeગુર્જર નગરીભાજપની નવી ભગવી ટોપી આકર્ષણનું કેન્દ્ર બની, જાણો આ ટોપી વિશે

ભાજપની નવી ભગવી ટોપી આકર્ષણનું કેન્દ્ર બની, જાણો આ ટોપી વિશે

Team Chabuk-Gujarat Desk: ચાર રાજ્યોમાં પ્રચંડ વિજય બાદ નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. સવારે 11 વાગે એરપોર્ટ પરથી ભવ્ય રોડ શો શરૂ થયો હતો. ખુલ્લી જીપમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ સાથે સવાર નરેન્દ્ર મોદીએ પહેરેલી ભગવી ટોપી આકર્ષણનું કેન્દ્ર બની છે. મોદી સાથે ભાજપના કાર્યકરો એ આ નવી ટોપી એ સૌ કોઈની જિજ્ઞાસા વધારી છે. આ ટોપી ઉત્તરાખંડની બ્રહ્મકમલ ટોપી જેવી જ ખાસ પ્રકારે ડિઝાઇન કરાઈ છે.

પ્રજાસત્તાક પર્વે બ્રહ્મકમલ ટોપી હતી

દિલ્હીમાં રાજપથ પર 73માં પ્રજાસત્તાક પર્વની પરેડ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી ટોપી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને ખુલ્લા માથે સલામી આપવામાં આવતી નથી આથી માથા પર કોઈ પાઘડી, સાફો, ટોપી વગેરે ધારણ કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી દર વર્ષે અલગ-અલગ પ્રદેશની પાઘડી કે સાફો બાંધી રાષ્ટ્રધ્વજને સલામી આપતા આવ્યા છે. પ્રજાસત્તાક પર્વમાં નરેન્દ્ર મોદીએ ઉતરાખંડની બ્રહ્મકમલ ટોપી ધારણ કરી હતી. તેમજ ગળામાં પહેરેલું મફલર(શાલ) મણીપુરની છે. ઘણા પોલિટિકલ પંડિતો તેને ઉત્તરાખંડ અને મણીપુરની ચૂંટણી સાથે પણ જોડતા હતા. 

બ્રહ્મકમલ શુ છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તથા ભજપના કાર્યકરોએ પહેરેલી ટોપી ઉત્તરાખંડની આગવી ઓળખ બ્રહ્મકમલ જેવી છે. આ ટોપી ઉપર બ્રહ્મકમલના ફૂલનું ચિત્ર હોય છે. જ્યારે આજે કાર્યકરો અને મોદીએ પહેરેલી ટોપીમાં ભાજપના નિશાન એવા કમલનો સિમ્બોલ હતો. બ્રહ્મકમલ ફૂલ ઉત્તરાખંડનું રાજ્ય ફૂલ છે. બ્રહ્મકુમારના ફૂલનું ઉત્તરાખંડમાં ધાર્મિક મહત્વ પણ ઘણું છે. રામાયણમા યુદ્ધ દરમિયાન લક્ષ્મણજી મૂર્છિત થઇ જાય છે ત્યારે હનુમાનજી સંજીવનીબુટી લઈ આવે છે. ત્યારબાદ લક્ષ્મણજી ભાનમાં આવતા દેવતાઓ આકાશમાંથી પુષ્પવર્ષા કરે છે. દેવતાઓ જે પુષ્પની વર્ષા કરી હતી એ હતા બ્રહ્મકમલના ફૂલ.

ટોપીમાં લગાવીલે પટ્ટી શુ હતી?

વડાપ્રધાન મોદીએ આજે પહેરેલી ટોપી ઉપર માત્ર ભાજપનો સિમ્બોલ એવું કમળનું ફૂલ જ ન હતું. પણ એક પટ્ટી પણ જોડાયેલી હતી. જેમાં ભાજપ લખેલું હતું.

નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થયું ત્યારે તેમનો ભાવ ભર્યો સત્કાર રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સાંસદ અને  ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ એ કર્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments