Homeગુર્જર નગરીગીર સોમનાથ: મહિલાઓની કટોકટીની પળોમાં સહારો બનતી અભયમ્ સેવાને સાત વર્ષ પૂર્ણ

ગીર સોમનાથ: મહિલાઓની કટોકટીની પળોમાં સહારો બનતી અભયમ્ સેવાને સાત વર્ષ પૂર્ણ

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લામાં ૧૮૧ અભયમ્ હેલ્પલાઈનના ૭ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. જેમાં આ સાત વર્ષ દરમિયાન ૧૫૮૬૧ જેટલી મહિલાઓની કટોકટીની પળોમાં સહારો બની છે. વર્ષ ૨૦૨૧ના જાન્યુઆરી થી ડીસેમ્બર સુધીમાં જિલ્લામાં ૨૬૮૫ મહિલાઓએ મદદ, માર્ગદર્શન અને બચાવ માટે ૧૮૧ હેલ્પ લાઈનનો સંપર્ક કર્યો હતો. જેમાં ૨૦૯૪ જેટલા કોલનું ટેલિફોનિક કાઉન્સિલિંગ દ્વારા અને ૫૯૧ કેસમાં સ્થળ પર જઈને મદદ પહોંચાડવામાં આવી હતી. જ્યારે  ૩૭૨ જેટલા કેસમાં સુખ:દ સમાધાન કરવામાં આવ્યું હતું. અને ૧૮૮ કેસોમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તથા અન્ય કેસોમાં  મદદ માટે  સંસ્થાઓમાં રિફર કરાવવામાં આવ્યા હતા. આમ, મહિલા હેલ્પલાઇન દ્વારા વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે.

આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલિક પ્રતિસાદ આપી મૂંઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં  પરિવારના એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે.  ૭ વર્ષની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્રારા ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૫૬૮૧ કરતા વધારે મહિલાઓને સલાહ- સૂચન – માર્ગદર્શન અને બચાવ પૂરું પાડવામાં આવે છે. તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્કયુ વાન સાથે કાઉન્સેલર સહિત ટીમ જઈને ૩૫૦૫ જેટલી મહિલાઓને મદદ પૂરી પાડી છે.

છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલા મુખ્ય કેસોમાં ઘરેલુ હિંસાના ૩૫૫, લગ્ન જીવનના વિખવાદ ૪૩, પાડોશી સાથેના ઝઘડાના ૬૨, બાળકની કસ્ટડીના ૨૧, ફોન પર પજવણી કે શારીરિક પજવણીના ૧, ઘરેથી નીકળી ગયેલા- ભુલા પડેલા કે બિન વારસ માનસિક અસ્વસ્થના ૨૦ સહિતના કેસોમાં કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરી પીડિતાની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું છે.

હિંસાનો ભોગ બનેલી મહિલાઓને પોલીસ ફરિયાદ નોંધાવા, રહેવા-સુરક્ષાની સુવિધાઓ, કિશોરીઓ, યુવતીઓ, પરણીત મહિલાઓને, ૨૪×૭ વિનામૂલ્યે સેવા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બિનજરૂરી કૉલ મેસેજ, કામના સ્થળે જાતીય સતામણી, લગ્નેતર સંબંધો, માનસિક અસ્વસ્થતા જેવા મહિલાલક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવવા અભયમ ૧૮૧ હેલ્પલાઇન કાર્ય કરે છે.     

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહવિભાગ દ્વારા કાર્યાન્વિત અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન છેલ્લા વર્ષથી મહિલાઓને જરૂરિયાતના સમયે મદદ, માર્ગદર્શન, અને સુરક્ષા પુરી પાડવા માટે મહત્વપૂર્ણ સેવા સાબિત થઈ છે. GVK emri દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલ સાથે ૧૮૧ હેલ્પલાઇન કોઈપણ મહિલાને માનસિક, શારિરીક, આર્થિક કે જાતીય પ્રશ્નો તુરંત હલ કરવા માટે મદદગાર બની રહી છે. તાલીમ લીધેલ મહિલા કાઉન્સેલર દ્વારા મહિલાઓનું ધીરજપૂર્વક કાઉન્સેલિંગ કરીને અનેક બિનજરૂરી વિવાદના કેસોમાં શાંતિપૂર્ણ સમાધાન કાઢવામાં આવે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments