Homeગુર્જર નગરીનરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક, શિખરને સોનાથી મઢવાનો નિર્ણય, જાણો બીજુ...

નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક, શિખરને સોનાથી મઢવાનો નિર્ણય, જાણો બીજુ શું નવું થશે ?

Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસ છે. ગુજરાત પ્રવાસ દરમ્યાન  સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની 121મી બેઠક નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ આ પ્રથમ ઓફલાઇન બેઠક હતી. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા તથા ચર્ચા કરવામાં આવી હતી.

કોરોના તથા તાઉતેમાં કરેલી કામગીરીની નોંધ

સોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી ભવિષ્યએ સોમનાથ તિર્થ એક આદર્શ તિર્થ બને તે માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા. કોરોના સમયમાં તેમજ તાઉતે વાવાઝોડા દરમ્યાન સોમનાથ ટ્રસ્ટ એ કરેલી વિવિધ સામાજીક સેવાઓની નોંધ લેવામાં આવી.

વિકાસ કામોની સમીક્ષા

સોમનાથ તિર્થમાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને રાખીને સર્વાંગી અને સંપુર્ણ આયોજન કરવા માટે જાણીતા આર્કિટેક બિમલ પટેલ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેઠકમાં પાર્વતી માતા મંદિર, સફારી સર્કલ થી રામ મંદિરનો રસ્તો, ત્રિવેણી ઘાટનો વિકાસ, પૌલગ્રીમ પ્લાઝા વિગેરે કામોની પ્રગતીની સમીક્ષા કરવામાં આવી હતી.

શિખરને સોનાથી મઢાશે

વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તિર્થ પુરોહિતોના ચોપડાનું ડિઝીટાઇઝેશન અને યાત્રાળુઓ માટે વધારે સારી આવાસ અને ભોજનની વ્યવસ્થા વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ સોમનાથ મંદિરના શિખરને સુવર્ણ મંડિત કરી સોમનાથની ભુતકાળની જાહોજલાલી પૂનઃ જીવીત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, પ્રો. જે ડી પરમાર, હર્ષવર્ધન નિઓટીયા અને પ્રવિણ લહેરીએ રૂબરૂ હાજરી આપી અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ઓનલાઇન હાજરી આપી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments