Team Chabuk-Sports Desk: આઈપીએલ 2022ની શરૂઆતને ગણતરીનો સમય બાકી છે. 26 માર્ચના રોજ સિઝનની પ્રથમ મેચ કોલકાતા અને ચૈન્નઈની વચ્ચે થશે. એવામાં આઈપીએલ માટે સ્પોન્સરશિપ મેળવવાની કંપનીઓમાં હોડ લાગી છે. બીસીસીઆઈને આ વર્ષે ભારે કમાણી થવાની છે. બીસીસીઆઈ આ સ્પોન્સરશિપથી એક હજાર કરોડ રૂપિયાની કમાણી કરશે. આઈપીએલના ઈતિહાસમાં સ્પોન્સરશિપ થકી આટલી કમાણી ક્યારેય નથી થઈ.
બીસીસીઆઈએ આઈપીએલ સ્પોન્સર માટે ટાટા અને તેના બે સહયોગી તથા સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ માટે સ્વિગી ઈસ્ટામાર્ટ અને રુપેની સાથે ડિલ ફાઈનલ કરી છે. બીસીસીઆઈએ સ્વિગી ઈન્સ્ટામાર્ટની સાથે 65 કરોડ અને રુપેની સાથે 75 કરોડની ડિલ ફાઈનલ કરી છે. આઈપીએલ માટે બીસીસીઆઈની સાથે હવે અન્ય નવ બ્રાંડ જોડાઈ ચૂક્યા છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહના જણાવ્યા અનુસાર આટલી મોટી ડિલ એ આઈપીએલની બ્રાન્ડ વેલ્યુ દર્શાવે છે. બોર્ડ આ ડિલથી અત્યંત ખુશ છે. ડિલનો ચોક્કસ આંકડો સામે નથી આવ્યો પરંતુ આ ડિલથી આઈપીએલની રેવન્યૂ ખૂબ વધી છે.
આ વર્ષે કમાણીમાં ધરખમ વધારો થવા પાછળના બે મહત્વના કારણો છે. એક કે આ વખતે આઈપીએલ સ્પોનરશિપ ડિલ ખૂબ જ વધારે છે અને બીજું કે આઈપીએલનું ટાઈટલ સ્પોન્સર ટાટા પણ અઢળક પૈસા લાવ્યું છે. ટાટા દર વર્ષે આઈપીએલને સ્પોન્સર કરવાના 335 કરોડ રૂપિયા આપવાનું છે. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત બીસીસીઆઈને તમામ સ્પોન્સરશિપ સ્લોટ વેચવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. જેથી આ વર્ષે બીસીસીઆઈ લગભગ હજાર કરોડ રૂપિયા કમાવાની છે. સઉદી એનર્જી કંપની અરામકોએ પર્પલ અને ઓરેન્જ કેમ્પની સ્પોન્સરશિપ મેળવી છે. અરામકો આ ડિલ માટે 65 કરોડ રૂપિયા ચૂકાવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત