Team Chabuk-Sports Desk: India Women vs West Indies Women – મહિલા વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરની વચ્ચે ચોથી વિકેટ માટે 184 રનની ભાગીદારી નોંધાઈ હતી. જેનાથી ટીમ ઈન્ડિયાએ વિન્ડીઝની મહિલા ટીમને 318 રનનું વિશાળ લક્ષ્યાંક આપ્યું છે. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 317 રન બનાવ્યા હતા. મેચમાં સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતની સેન્ચુરીએ ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું.
મંધાનાએ વનડે કારકિર્દીની પાંચમી સેન્ચુરી ફટકારી છે. મંધાનાએ 119 બોલમાં 13 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 123 રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે વનડે કારકિર્દીની ચોથી સેન્ચુરી ફટકારી હતી. હરમનપ્રીતે 107 બોલમાં દસ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 109 રન બનાવી આઉટ થઈ હતી. આ સિવાયના ભારતીય બેટર્સ કંઈ ખાસ નહોતા કરી શક્યા.
આ મેચમાં શેફાલી વર્માની અનુપસ્થિતિમાં મંધાનાની સાથે યાસ્તિકાએ ઓપનિંગ કર્યું હતું. બંનેએ પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી નોંધાવી હતી. યાસ્તિકાએ 21 બોલમાં છ ચોગ્ગાની મદદથી 31 રન ફટકાર્યા હતા. સુકાની મિતાલી રાજ પાંચ રન, દીપ્તિ શર્મા 15, ઋચા ઘોષ પાંચ રન, પૂજા વસ્ત્રાલકર 10 રન અને ઝૂલન ગોસ્વામીએ બે રન બનાવ્યા હતા.
યાસ્તિકાના આઉટ થયા બાદ મંધાના અને હરમનપ્રીતની વચ્ચે ચોથી વિકેટ માટે 174 બોલમાં 184 રનની ભાગીદારી નોંધાઈ હતી. બંને ખેલાડીઓના ઉમદા પ્રદર્શનના સહારે ભારતની મહિલા ક્રિકેટ ટીમે વિશ્વકપમાં 300નાં આંકડાને સ્પર્શી લીધો હતો. આ મહિલા ક્રિકેટમાં ભારતીય ટીમ દ્વારા ત્રીજી વખત એવું બન્યું છે જ્યારે બે ખેલાડીઓએ એક જ મેચમાં સેન્ચુરી ફટકારી હોય. વેસ્ટ ઈન્ડિઝની તરફથી અનીસા મોહમ્મદે બે વિકેટ લીધી હતી. શમિલિયા, કોનેલ, હેલી, મેથ્યૂઝ, શકીરા, સેલ્મન, ડિએન્ડ્રા અને આલિયા એલનને એક એક વિકેટ મળી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત