Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ખેડૂતો વીજળીની સમસ્યા મુદ્દે પરેશાન છે. સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં ખેડૂતોને વીજ પૂરવઠો નિયમિત ન મળતો હોવાનો આરોપ છે. ખેડૂતોનું કહેવું છે કે, વીજળીના ધાંધિયાથી ખેડૂતોને ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની પણ આવી જ સ્થિતિ છે. જૂનાગઢના ઝાંઝરડા સહિના આસપાસના ગામોમાં વીજળીના ધાંધિયા હોવાનો ખેડૂતોનો આરોપ છે.
ખેડૂતોનું કહેવું છે કે, ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. ખેતરમાં તલ, ચણા, જીરું, ધાણા જેવા પાક ઉભા છે. આ પાકને બચાવવા માટે ખેડૂતોને પાણીની તાતી જરૂરિયાત છે. પરંતુ PGVCLના ધાંધિયાના કારણે આ પાક નિષ્ફળ જવાની કગાર પર આવીને ઉભો રહ્યો છે.
આરોપ છે કે, પીજીવીસીએલ દ્વારા છેલ્લા કેટલાય સમયથી અનિયમિત વીજ પૂરવઠો અપાઈ રહ્યો છે. સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરાઈ છે. પરંતુ ખેડૂતોને 8 કલાકની જગ્યાએ માત્ર ચારથી પાંચ કલાક જ વીજળી મળે છે. અને એ પણ ત્રૃટક-ત્રૃટક. એક સાથે વીજ પૂરવઠો ન અપાતો હોવાથી પિયતમાં મુશ્કેલી પડી રહી છે.
ખેડૂતોને પોતાનો પાક બચાવવા માટે વીજળી ક્યારે આવે છે તેની રાહ જોઇને બેસી રહેવું પડે છે. જો સમયસર પાકને પાણી નહીં મળે તો ખેડૂતોની તમામ મહેનત પાણીમાં જશે. ખેડૂતોએ કહ્યું કે, આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેમને ખેતીની જગ્યાએ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત