Homeગુર્જર નગરીજૂનાગઢઃ આરોપી કિન્નરને સંબંધ રાખવા કરતો હતો દબાણ, પોલીસ ફરિયાદનું કહેતાં આરોપીએ...

જૂનાગઢઃ આરોપી કિન્નરને સંબંધ રાખવા કરતો હતો દબાણ, પોલીસ ફરિયાદનું કહેતાં આરોપીએ ધારિયાના ઘા ઝીંક્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે. હવે જૂનાગઢમાં કિન્નર પર હુમલો થયો છે. આરોપ છે કે, કિન્નરે સંબંધ રાખવાની ના કહેતાં બે શખ્સોએ તેના પર છરી અને ધારિયા વડે હુમલો કરી દીધો હતો.

મળતી માહિતી મુજબ શહેરના હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ફિજાકુંવર સોનુકુંવર કિન્નર ઉર્ફે માસીને સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા આદિલ રજાક સોલંકી સાથે 10થી 12 વર્ષથી સબંધ હતો. આદિલ છેલ્લા કેટલાક સમયથી ફિજાકુંવર કિન્નરને મારકૂટ કરતો હોવાથી સંબંધ ઓછો કરી નાખ્યો હતો. જેને લઈ આદિલ બળજબરીપૂર્વક સંબંધ રાખવા કહેતો અને અવારનવાર ફિજાકુંવરના ઘરે જઈ મારઝૂડ કરતો હતો.

વારંવારની મારપીટથી કંટાળી આખરે ફિજાકુંવર કિન્નરે આદિલને પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું, જે વાતથી ઉશ્કેરાઈ જઈ રાત્રીના દોઢેક વાગ્યે આદિલ અને તેનો સાગરિત ફિઝાકુંવર કિન્નરના ઘરે પહોંચ્યો હતો. બંનેએ દરવાજો ખખડાવ્યો હતો. ફિઝાકુંવર કિન્નરે કોણ છે તેમ પૂછતા આદિલે તારો બાપ છું તેમ કહ્યુ હતું. ફિંજાકુંવર કિન્નરે દરવાજો ન ખોલતા આદિલે દરવાજામાં ધારીયા મારી દરવાડો તોડી નાખ્યો હતો. અને ઘરમાં ઘૂસી ગયો હતો. એટલું જ નહીં અપશબ્દો બોલી ફિંઝાકુંવર કિન્નર પર ધારિયા વડે હુમલો કરી દીધો હતો અને ફિંજાકુંવરનું માથું દીવાલમાં માથું અથડાવ્યું હતું.

ઘરમાં કિન્નર ઉપરાંત તેને ચેલો પણ હતો. જેના પર આરોપી આદિલે છરી વડે હુમલો કર્યાનો આરોપ છે. હુમલો કર્યા બાદ બંને આરોપીએ ઘરમાં સામાન ફેંકી દીધો હતો તેમજ ઘરમાં તોડફોડ પણ કરી હતી.આ સમગ્ર મુદ્દે ફિંજાકુંવર કિન્નરે આદિલ રજાક સોલંકી અને કારા ફકીર નામના આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેમની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments