Team Chabuk-Gujarat Desk: સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરતમાં પ્રથમ વખત ચાલુ ટ્રાયલે જ પીડિત પરિવારને 5 લાખનું વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રીષ્મા હત્યા કેસની ટ્રાયલ દરમિયાન જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં દોઢ-દોઢ લાખ માતા પિતાને અને 1-1 લાખ ઇજા પામનારા ભાઇ-કાકાને અપાશે. સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
આ કેસમાં ટ્રાયલ ચાલુ થાય તે પહેલા જ ગુજરાત પીડિત વળતર યોજના અંતર્ગત મદદ માટે અરજી કરવામાં આવી હતી. જેમાં બુધવારે જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા ગ્રીષ્માના પરિજનોને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી.. સુરતમાં પહેલીવાર એવુ બન્યુ છે કે, કોઈ કેસની ચાલુ ટ્રાયલમાં વળતર આપવાની જાહેરાત થઈ છે.
મહત્વનું છે કે, સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી ફેનિલે જાહેરમાં ગ્રીષ્માની ગળુ કાપી હત્યા કરી હતી. કોર્ટમાં એક સાક્ષીએ જુબાનીમાં કહ્યું, ‘ફેનિલ ગ્રીષ્માને મારી નાંખવાની વાત કરતો હતો. અમને હતું કે તે મજાક કરે છે. હું એને સમજાવતી કે, ગ્રીષ્મા તારી તરફ જોતી નથી તો જવા દે, કેમ પાછળ પડ્યો છે.’
ફેનિલે જેલમાંથી સાક્ષી ક્રિષ્નાને ફોન કર્યો
તો બીજી તરફ, પોતાની તરફેણમાં જુબાની આપવા ફેનિલે જેલમાંથી ક્રિષ્ના નામની સાક્ષીને ફોન કર્યો હતો. તેણે બહેનને ફોન કરવાના નામે જેલતંત્રને વિનંતી કરી હતી. આમ, ફેનિલે જેલ તંત્રને પણ ઉઠા ભણાવ્યા હતા. ફેનિલે 5 રૂપિયા ફી ભરી લેન્ડલાઈન પરથી ફોન કર્યો હતો. ફેનિલે ક્રિષ્નાને ફોન કરીને કહ્યુ હતું કે, તું મારી ફેવરમાં જુબાની આપજે. ત્યારે આ અંગે સરકારી વકીલે કોર્ટમાં અરજી કરી છે. જેલ રજિસ્ટર મંગાવવા અને ફેનિલ સામે હક્ક દુરુપયોગ કરવા બદલ યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ક્રિષ્ના ફેનિલની કોલેજ કાળની માનેલી બહેન છે, જેને જેલમાંથી પોતાની તરફેણમાં જુબાની આપવા ફેનિલે ફોન કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
