Homeગુર્જર નગરીજેતપુરઃ તુ મારી નહીં તો કોઈની નહી, પૂર્વ પતિએ પત્નીને છરીના ઘા...

જેતપુરઃ તુ મારી નહીં તો કોઈની નહી, પૂર્વ પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

Team Chabuk-Guajrat Desk: તું મારી નહીં તો કોઈની નહીં. તું બીજા સાથે સબંધ રાખે છે માટે તને જીવવા નહીં દઉ કહી જેતપુરમાં પૂર્વ પતિએ છરીના ઘા ઝીંકી મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. આ પતિ પત્નીના ઝગડામાં બે બાળકો નોધારા થયા બન્યા છે. પોલીસે આ કેસમાં આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, શહેરના ગુજરાતીની વાડી વિસ્તારમાં પ્રસન્નબેન શાન્તુભા કહોર તેના દીકરા અને દીકરી સાથે રહેતા હતા. થોડા સમય એટલે કે, 4થી 5 મહિના પૂર્વે તેને તેના પતિ શાન્તુભા સાથે છૂટાછેટા લઈ લીધા હતા. બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડા ચાલતા હોવાથી બંને છૂટાછેડા લઈને અલગ રહેતા હતા.
આ છૂટાછેડા પછી પણ આ ઝગડાઓ બંધ ન હતા થયા. અંતે પતિએ તેના ભત્રીજા શિવરાજ સાથે મળીને પ્રસન્ન બહેનની હત્યાનો પ્લાન બનાવ્યો.

કાકા-ભત્રીજો હત્યાને અંજામ આપીને એક બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. જો કે, ભાગતી વખતે બંને આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. સીસીટીવીના આધારે જેતપુરના જીમખાના મેદાનમાંથી પોલીસે બંને આરોપીને ઝડપી લીધા હતા. અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પતિ જેતપુરની ગુજરાતીની વાડી વિસ્તારમાં રહે છે અને મજૂરી કામ કરે છે. તેના આ બીજા લગ્ન હતા. તેની પ્રથમ પત્નીના નિધન બાદ તેણે પ્રસન્ન બહેન સાથે લગ્ન કર્યા હતા. આરોપીનો ભત્રીજો જેતપુરમાં ટ્રેકટરનો ડ્રાયવર છે અને છૂટક કામ કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments