Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊનાના નાંદણ ગામના એક શખ્સને દુષ્કર્મ કેસમાં 10 વર્ષની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થતાં હવે નરાધમ 10 વર્ષ સુધી જેલના સળિયા ગણશે. દુષ્કર્મ કેસના 6 વર્ષ બાદ કોર્ટે આરોપીને દોષિત જાહેર કરી સજા સંભળાવી છે. પરણિત હોવા છતાં તેણે સગીરા સાથે પ્રેમસંબંધનું નાટક કર્યું હતું.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, 23 ડિસેમ્બર-2016ના નાંદણ ગામે રહેતો 24 વર્ષીય કિશન ભીમાભાઈ ચોહાણે પરિણીત હોવા છતા નવાબંદરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. અને તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ પણ બાંધ્યા હતા. કિશન પર આરોપ હતો કે, તે સગીરાને અમદાવાદ, અંબાજી, આંબુરોડ સહિતની જગ્યાઓએ લઈ ગયો હતો. ત્યારબાદ સગીરાને તેના સંબંધીને ત્યાં અમદાવાદ મુકી પરત નાંદણ ગામે આવી ગયો હતો.
આ સમગ્ર મામલે સગીરાના પિતાએ નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે અંગેનો કેસ ઊના સ્પો.પોસ્કો કોર્ટનાં જજ રેખાબેન આસોડીયાની કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકારી વકીલ મોહનભાઈની ધારદાર દલિલોને ધ્યાને રાખી ભોગ બનનારા સહેદોની જુબાની, પુરાવા સહિત ધ્યાને લઈ આરોપી કિશનને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા તેમજ કુલ રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસ દરમિયાન કિશન જામીન પર મુકત હતો અને કેસ ચાલી જતા જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત