Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં ગિરનાર રોપ વે બન્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ રોપ-વે બન્યા બાદ તેનો વધેલો સમાન ભવનાથ વિસ્તારમાં જિલ્લા પંચાયત ગેસ્ટહાઉસ સામેના મેદાનમાં ઠાલવી દીધો છે. આ મેદાનમાં શિવરાત્રી મેળા અને પરિક્રમા સમયે પાર્કિગ કરવામાં આવે છે. આથી જૂનાગઢના જાગૃત નાગરિક અરવિંદભાઈએ આ જમીન ખાલી કરવા અથવા ભાડુ વસૂલવા જૂનાગઢ મહાનગરપાલિકામાં રજુઆત કરી હતી. જે પત્રને ફેસબુકના માધ્યમથી લોકો સમક્ષ પણ મૂક્યો હતો.
મનપા કહે જમીન અમારી નથી
અરવિંદભાઈ રાબડીયાએ જુનાગઢ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખી જણાવ્યું કે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ભવનાથમાં ગિરનાર રોપ વે કંપનીના માલીક ધ્વારા પોતાનો સામાન રાખી મ.ન.પા.ની જગ્યા રોકેલ છે તેનું ભાડુ લેવાય છે કે નહીં અન્યથા ખાલી કરાવવામાં આવે. આ પત્ર અન્વયે તા.15/03/2022ના મહાનગરપાલિકાએ લેખિતમાં જણાવ્યું છે કે, ચીફ સર્વેયરની લેખિત નોંધ પરત્વે આ જમીન કે ભવનાથ વિસ્તારમાં આવેલ ૫૭ એકર જમીન પૈકીની કોઈ પણ જમીનની માલીકી મહાનગરપાલિકા જૂનાગઢની નથી.
કલેકટર, વન વિભાગને પત્ર
જૂનાગઢ મહાનગરપાલિકાના આ જવાબ બાદ અરવિંદભાઈએ ગઈ કાલે જૂનાગઢ કલેકટર, વન વિભાગ અને પ્રવાસન વિભાગને પત્ર લખી આ જમીન કોની છે? ભાડુ વસુલવામાં આવે છે કે નહીં? તે બાબતે રજુઆત કરી છે. આ આ પત્રમાં જણાવ્યુ છે કે, જૂનાગઢ મહાનગર હદ વિસ્તારમાં આવેલ ભવનાથ તળેટીમાં જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ સામે આવેલ જગ્યા કે જયા શિવરાત્રીના મેળા દરમ્યાન પાર્કિંગ કરવામાં આવતુ આ જગ્યાની પાસે ગિરનાર રોપ વે કંપની ઘ્વારા પોતાનો ભંગારનો મોટો સામાન રાખી જગ્યા રોકી રાખેલ છે. જે જગ્યા રોપ-વે કંપની ઘ્વારા કેટલા સમયથી રોકી રાખેલ છે જે જગ્યા મહાનગરપાલિકાની ન હોય, જેથી આ જગ્યા સરકારની હોય તો તેઓ પાસેથી ભાડુ લેવામાં આવે છે કે નહી તેની માહીતી આપવી. જો ન હોય તો કેની માલીકીની છે ? કયા ખાતા હસ્તક છે તે ખાતાને તબદીલ કરવી જે વિભાગને આ જમીન ફાળવવામાં આવેલ હોય તેઓ ધ્વારા આ જમીનનુ ભાડુ વસુલ કરવામાં આવે છે તો કેટલુ વસુલ કરવામાં આવે છે તેની માહીતી આપવી. જો ભાડુ વસુલ કરવામાં આવતુ નથી તો તાત્કાલીક અસરથી ઉપરોકત જમીન ખાલી કરાવી લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી યોજનામાં ઉપયોગ કરવા વિનંતી.
આ જગ્યા પર દર શનિ– રવિએ ૧૦ થી ૧૫ હજાર લોકોની અવર–જવર રહેતી હોય જેથી ઉપરોકત જગ્યાએ પાર્કીંગ માટે તેમજ અન્ય સુવિધાઓ માટે આ જગ્યાનો ઉપયોગ કરવા વિનંતી. તેમજ આ જગ્યા ઉપર હાલ સુલભ શૌચાલય આવેલ હોય અને ત્યા રોપવે ઓથોરીટી વાળા આમ જનતાને જવા દેતા ન હોય જેથી આ બાબતે પણ તાત્કાલીક સંલગ્ન વિભાગના અધિકારી ઘ્વારા યોગ્ય કરવા વિનંતી.

અરવિંદભાઈના આ પત્ર બાદ હવે કલેકટર કચેરી, વન વિભાગ અને પ્રવાસન વિભાગ શુ જવાબ આપે છે તેના પર જૂનાગઢ વાસીઓની નજર મંડાયેલી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
