Homeસિનેમાવાદજીગરથંડા કહો કે કહો ગડ્ડલકોન્ડા ગણેશ કે કહો બચ્ચન પાંડે....

જીગરથંડા કહો કે કહો ગડ્ડલકોન્ડા ગણેશ કે કહો બચ્ચન પાંડે….

ઝાલાવાડી જલજીરા: આજે બચ્ચન પાંડે રિલીઝ થઈ રહી છે. યાદ આવે છે વર્ષ 2014ની કાર્તિક સુબ્બારાજની જીગરથંડા જે 2006ની કોરિયન ફિલ્મ અ ડર્ટી કાર્નિવલ પરથી નિર્માણ પામી હતી. 2019માં તમિલમાં ગડ્ડલકોન્ડા ગણેશ બનેલી. બચ્ચન પાંડે રિલીઝ થાય તે પહેલા જ હિન્દીમાં ગડ્ડલકોન્ડા ગણેશના શ્રી ગણેશ થઈ ગયા છે. યુટ્યુબ પર ગોલ્ડમાઈન સાઉથ ફિલ્મ્સે તેને ઓનલાઈન મૂકી દીધી છે.

કાર્તિક સુબ્બારાજની ફિલ્મ આર્ટ અને કલાકારોની અભિનય ક્ષમતાથી ઓળખાય છે. ખાસ તો બોબી સિમ્હાનો ડાલામથ્થો અભિનય. એ પહેલી છે એટલે માઈલસ્ટોન છે. બચ્ચન પાંડેમાં અક્ષય કુમાર છે એટલે કદાચ નિર્ધારિત દર્શકગણને ગમી જાય, પણ ગડ્ડલકોન્ડા ગણેશમાં શું છે? વાર્તા એની એ છે પણ ગડ્ડલકોન્ડા પાસે વરુણ તેજ છે. એ લાંબો છે. હાથ પાતળા છે એટલે સંશય જાય કે આટલા બધા ખૂન ગણેશે કર્યાં હશે! એ હાથથી આપણને KGFના યશના દસ્તા જેવા હાથ યાદ આવી જાય છે. આપણે તુલનાત્મક વિચારે ચડીએ છીએ.

Bachchhan Paandey

એણે અભિનય સાર્થક થાય આ માટે સુરમો આંજેલી ધારદાર આંખનો ભરપૂર ઉપયોગ કર્યો છે. જમણી આંખની નીચેના ભાગમાં અર્ધચંદ્રાકાર ચિન્હ છે. એ ચિન્હનો પણ એક દાઝતો ભૂતકાળ છે. હાથમાં સિગાર છે. કોઈ પણ વસ્તુનો તે શસ્ત્ર તરીકે ઉપયોગ કરી જાણે છે. દક્ષિણના પરિધાનમાં તે ગુંડો હોવા છતાં ગમી જાય છે. રેમ્બો લાગે છે. તેના કૂરકૂરિયા વાળ, ગળામાં પહેરેલી સોનાની ચેઈન, હાથમાં વીંટીઓ, ઘેઘૂર દાઢી સાથે તલવાર કટ મૂછ અને ચાલવાની શૈલી થીએટરમાં સીટી પડાવી દે, પણ આ ફિલ્મ થીએટરમાં ઝાલાવાડીને જોવાનું સદભાગ્ય નથી સાંપડ્યું. આમ તો ક્યાં જીગરથંડા પણ જોયેલી હતી.

ગડ્ડલકોન્ડા ગણેશ જોયા પછી બચ્ચન પાંડેના પાત્રો અને તેમાં અક્ષય કુમાર અભિનય કેવી રીતે કરશે તેને માઈન્ડમાં ગોઠવીને કલ્પનાશક્તિ થકી જોઈ શકો છો. જેમ સંજયને મહાભારતનું યુદ્ધ દેખાય છે તેમ તમને ગડ્ડલકોન્ડા ગણેશ જોઈ લીધા પછી બચ્ચન પાંડેમાં શું શું થઈ રહ્યું છે એ ઘરે બેઠા દેખાઈ જશે!

 Gaddalakonda Ganesh

જીગરથંડા કહો કે કહો ગડ્ડલકોન્ડા ગણેશ કે કહો બચ્ચન પાંડે….! આપણે ગડ્ડલકોન્ડા ગણેશ રાખીએ કારણ કે એ તમારા ઝાલાવાડીએ જોઈ છે. એ સિનેમા પ્રત્યેનું એક વ્યક્તિનું વળગણ દર્શાવે છે. આપણે આપણા શોખને પંપાળવા અને પોષવા માટે શું શું કરી શકીએ છીએ? આપણો કોઈ ને કોઈ શોખ, ભૂતકાળના શત્રુને જવાબ દેવા હોય છે. જૂના બોસને બતાવી દેવા માટે કે હું તેના કેટલા કામનો હતો અને તેણે મને બધાની સામે ઉતારી પાડી મને પાંચિયાનો સાબિત કરી દીધો. આપણે દેખાડી દઈએ કે હું પાંચિયાનો નહીં પાંચ કરોડનો છું.

ગડ્ડલકોન્ડા ગણેશ એ લોકો માટે છે જે સિનેમા પ્રત્યે અથાગ સ્નેહ ધરાવે છે. જેમને ઓશિકા પર ઉંઘતા ઉંઘતા, બગાસું ખાધા વગર, એકધારી કેટલીય ફિલ્મો જોવી છે અને પછી બનાવવાની પણ ખંજવાળ હાથમાં ઉપડે છે. સંજોગો આપણી વિરુદ્ધ હોવા છતાં આપણે લડીએ છીએ. બધી વાતનું માન રાખીને.

Jigarthanda

ગડ્ડલકોન્ડા ગણેશમાં બાકીનું તમે જોશો તો સ્ટાઈલ છે. ગુંડાગીરી છે. સ્થૂળ હાસ્ય છે. થોડું થ્રીલર અને ઘણું બધું સસ્પેન્સ છે. એ જ છે દક્ષિણની દરેક ફિલ્મોમાં હોય છે. એક ફિલ્મ કેવી રીતે ગુંડાને હીરોમાં બદલી નાખે છે તેની વાર્તા એટલે ગડ્ડલકોન્ડા ગણેશ. ફિલ્મમાં એ તમામ વસ્તુ છે જેનાથી તમે તમારા અહમને સંતોષી શકો છો. કોઈને જવાબ આપી શકો છો. સિનેમાના પડદે દેખાવું કોને નથી ગમતું ? દરેક વ્યક્તિ પોતાની વાર્તાનો હીરો છે. થીએટરમાં જઈ આપણે ખૂદને બચ્ચન પાંડેમાં જોઈશું, માનસિક રીતે તેનો અવતાર ધારણ કરીશું. અહમને પંપાળીશું. સિનેમા બધું જ કરી શકે છે. બધું જ કરે છે. હમણાંથી એની જ્વાળાઓ ઊઠી રહી છે. હું જોઉં છું. તમે પણ જોવ છો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments