Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે એ વાત સૌ કોઈ જાણે છે. ગાંધીના ગુજરાતમાં બેરોકટોક દારૂ વેચાય છે. પોલીસ પ્રસાશન અને સરકારની મીઠી નજર તળે દારૂનો વેપલો ધમધમી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરી ફરી એક વખત દારૂના વેપલાને ખુલ્લો પાડ્યો છે.
કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાત્રે ત્રણ વાગ્યે જનતા સાથે રેડ કરી ભાભર થી કોતરવાડા જતી કેનાલ પરથી દારૂ ઝડપ્યો છે. બે દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં વિનુ સિંધી નામના બુટલેગરની રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે વિનુ સિંધી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું કામ કરે છે. તેની પણ સામે પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
ગેનીબેન ઠાકોરે યુવાનોને સાથે રાખી રેડ કરી દારૂ પકડી પાડતાં પોલીસ પર પણ સવાલ ઉભા થયા છે. આ ઉપરાંત વિનુ સિંધીના નામજોગ વિધાનસભામાં ચર્ચા કર્યા બાદ વિનુ સિંધીના અડ્ડા પર રેડ કરતા પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બીજી તરફ આ દારૂ કોની રહેમ નજરે ગુજરાતમાં આવ્યો અને કોને વેચવામાં આવવાનો હતો તે તમામ સવાલોનો પોલીસે સામનો કરવો પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
