Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ધામધૂમથી રંગોત્સવની ઉજવણી થઈ. જો કે, ખેડામાં બે પરિવાર માટે ખુશીનો આ પર્વ શોકમાં પલટાઈ ગયો. ખેડા જિલ્લામાં ધુળેટી પર્વની ઉજવણી વચ્ચે તળાવ, નદીમા ડૂબી જવાની બે ઘટનાઓ બની છે. આ બંને ઘટનાઓમાં કુલ ત્રણ મોત થયા છે.
મહિસાગર નદીમાં 4 યુવાનો તો વસોના ઝારોલ પાસે પણ તળાવમાં 2 કિશોરો ડૂબ્યા. જેના કારણે પરિવારોમાં ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો. વણકબોરી ડેમ મહીસાગર નદીમાં નાહવા પડેલા ચાર યુવાનો ડૂબ્યા છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી એક યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ યુવાનો લાપતા હતે જેમની સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ચાર યુવાનો કઠલાલના છે.
તો આ તરફ એક બનાવ વસો તાલુકા ઝારોલ ગામે બન્યો. ધુળેટી પર્વ પર ગામના તળાવમાં ન્હાવા પહેલા બે બાળકો ડૂબ્યા. જે બંનેના મૃત્યુ થયા. બંનેની ઓળખ પ્રિતેશ અજીતભાઈ સોલંકી અને સાગર અજીતભાઈ સોલંકી તરીકે કરાઈ છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને પોસ્ટમોર્ટમ કરાયું હતું.
આમ, અચાનક આવી પડેલી મુસિબતના કારણે બંને બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બંને બાળકોની ઉંમર 14-15 વર્ષ આસપાસ છે. ન્હાવા પડેલા બાળકો એકાએક ડૂબવા લાગ્યા હતા. અને અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત