Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના સાયલાના સીતાગઢ ગામેથી કોપર વાયર ચોરીના આરોપમાં બે શખ્સો ઝડપાયા છે. આરોપી પાસેથી LCBએ 1,68,384ના મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરેન્દ્રનગર એલસીબી ટીમને સોલર પ્લાન્ટના કોપરવાયર ચોરીના આરોપીની બાતમી મળી હતી. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, ઘરફોડ, લૂંટ સહિતના ગુના અટકાવવા એક્શન પ્લાન તૈયાર કરી આરોપીઓને પકડી પાડવા જિલ્લા પોલીસવડાએ સૂચના આપી હતી. ત્યારબાદ એલસીબી પીઆઇ એમ.ડી. ચૌધરીના માર્ગદર્શનમાં ટીમ બનાવી હતી.
ગુનાવાળી જગ્યાએ વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ, લોકોની પૂછપરછ કરી અગાઉના ગુનાનો ડેટાબેઝ તૈયાર કરાયો હતો. જ્યારે હ્યુમન રિસોર્સીશ અને ટેક્નિકલ સોર્સ કામે લગાવાયા હતા. પીએસઆઇ વી.આર. જાડેજા, એએસઆઇ નરેન્દ્રસિંહ, દશરથસિંહ, અજયસિંહ ઝાલા, અનિરૂધ્ધસિંહ સહિત ટીમ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન ચોરીના આરોપીની બાતમી મળી હતી.
સાયલાના સીતાગઢ ગામે રહેણાક મકાનમાં દરોડો કર્યો હતો. જ્યાંથી સીતાગઢના રહીશ કરશનભાઇ ઉર્ફે સગુણા રામજીભાઇ થરેશા, યુપીના લખમીપુરના પલીયાકલા હાલ સીતાગઢના અબ્દુલભાઇ સફીઉલ્લા શેખને ઝડપી પાડ્યા હતા.
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, એક માસ પહેલા કરશનભાઇ, અબ્દુલભાઇ, વિરમભાઇ, રધાભાઇ મળી કારમાં નિકળ્યા હતા. ધ્રાંગધ્રાના કોંઢ ગામેથી બાવળી ગામ, તલસાણા, રોજાસર ગામ પાસે સોલારપ્લાન્ટના સોલાર પાવર પ્લાન્ટના કોપરવાયર ચોર્યા હતા. ત્યારબાદ પોલીસે આરોપી પાસેથી કોપર વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીએ રહેણાંક મકાનમાં કોપર વાયર રાખ્યો હતો. જેની કુલ કિંમત 1,68,384 જેટલી આંકવામાં આવી છે. હાલ પોલીસે આ મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીએ અન્ય જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત