Homeગામનાં ચોરેફિનલેન્ડ સતત પાંચમાં વર્ષે સૌથી ખુશ દેશ, ભારત 139માં નંબર પર

ફિનલેન્ડ સતત પાંચમાં વર્ષે સૌથી ખુશ દેશ, ભારત 139માં નંબર પર

Team Chbauk-International Desk: વિશ્વનો સૌથી ખુશ દેશ કયો? આ સવાલનો જવાબ છે ફિનલેન્ડ. સૌથી ખુશહાલ દેશોની યાદીમાં ફિનલેન્ડ સતત પાંચમા વર્ષે ટોચ પર આવ્યું છે. શીર્ષ પાંચ દેશોમાં ડેનમાર્ક, આઈસલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે. મહાસત્તા અમેરિકા સોળમાં જ્યારે બ્રિટન સત્તરમાં સ્થાન પર છે. ભારતની રેન્કિંગ 139માં સ્થાન પર છે. ભારત કરતા પણ પાકિસ્તાન આગળ છે. પાકિસ્તાન 121 નંબર પર છે. જ્યારે ટોપ વીસમાં આ વખતે ફ્રાન્સે પ્રવેશ કર્યો છે. શુક્રવારના રોજ જાહેર કરવામાં આવેલી સૂચિમાં સર્બિયા, બુલ્ગારિયા અને રોમાનિયા એવા દેશ છે જ્યાં શ્રેષ્ઠ જીવન જીવવાની પરિસ્થિતિઓમાં સુધારો આવ્યો છે. લેબનાન, વેનેજુએલા અને અફઘાનિસ્તાન એવા દેશ છે જે આ સૂચિમાં અંતિમ નંબર પર છે.

અફઘાનિસ્તાન અંતિમ

લેબનાનને હાલ આર્થિક મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દેશ સૂચિમાં 144માં સ્થાન પર છે. જ્યારે ઝિમ્બાબ્વે 133માં નંબર પર છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં તાલિબાન અફઘાનિસ્તાનમાં ફરી સત્તા પર આવતા પહેલાથી જ આ સૂચિમાં અંતિમ સ્થાન પર છે. યુનિસેફે કહ્યું છે કે જો સમયસર મદદ ન પહોંચાડવામાં આવી હોત તો પાંચ વર્ષથી ઓછી આયુના દસ લાખ બાળકો શિયાળામાં ભૂખમરાનો શિકાર બન્યા હોત.

કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?

દુનિયાના સૌથી ખુશહાલ દેશોની સૂચિ ગત દસ વર્ષથી તૈયાર કરવામાં આવી રહી છે. જેને તૈયાર કરવા માટે લોકોની ખુશીના આંકલનની સાથે સાથે આર્થિક અને સામાજિક આંકડાઓને પણ જોવામાં આવે છે. તેની ગણના માટે ત્રણ વર્ષના આંકડાઓને લેવામાં આવે છે. એ સાથે જ ખુશહાલીને શૂન્યથી દસ સુધીના આંકડાઓમાં માપવામાં આવે છે. જોકે સંયુક્ત રાષ્ટ્રની આ રિપોર્ટ રશિયા પર યુક્રેનના આક્રમણ પૂર્વે જ તૈયાર કરી દેવામાં આવી હતી. આ કારણે રશિયા 80માં જ્યારે યુક્રેન 98માં સ્થાન પર છે.

ક્રોધમાં ઘટાડો

રિપોર્ટના સહ લેખક જેફરીએ લખ્યું હતું કે વર્ષોથી વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટને બનાવ્યા બાદ શીખ્યું છે કે સામાજિક સદ્ભાવ, ઉદારતા, સરકારની ઈમાનદારી, ખુશહાલી ખૂબ જ જરૂરી છે. વિશ્વના નેતાઓને આ ધ્યાનમાં રાખવું જરૂરી છે. રિપોર્ટ બનાવનારાઓએ કોરોના મહામારી પહેલા અને બાદના સમયનો ઉપયોગ કર્યો હતો. તો લોકોની ભાવનાઓનું તુલનાત્મક અધ્યયન કરવા માટે સોશિયલ મીડિયા પરથી પણ આંકડાઓ એકઠા કર્યાં હતા. સૂચિમાં 18 દેશો એવા છે જ્યાં ચિંતા અને ઉદાસીમાં વૃદ્ધિ જોવા મળી છે. પણ ક્રોધની ભાવનામાં ઘટાડો નોંધાયો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments