Team Chabuk-Gujarat Desk: તાઉતે વાવાઝોડાની અસરના કારણે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આ વખતે ફળોના રાજા કેસર કેરીના ભાવ કેવા રહેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. જેના પ્રથમ ભાવ સામે પણ આવી ગયા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરુ થઈ હતી. જેમાં દસ કિલો બોક્સના 1,000થી લઈ 1,700 સુધી ભાવ બોલાયો હતો. હાલ તો માત્ર ડુંગરપુરમાં કેસર કેરીના બોક્સ આવી રહ્યા છે, જ્યારે બાકીના વિસ્તારમાંથી પણ કેરી આવે છે ત્યારે ભાવની શું સ્થિતિ રહે છે તેના પર સૌની નજર છે. આ અંગે યાર્ડના કેસર કેરીના વેપારી અદ્રેમાનભાઇ પંજાએ જણાવ્યું હતું કે, માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઇ ગઇ છે.
હાલ જૂનાગઢના ડુંગરપુર વિસ્તારમાંથી કેસ કેરી આવી રહી છે. સિઝનની શરુઆત હોવાના કારણે દૈનિક ત્રીસથી ચાલીસ બોક્સ આવી રહ્યા છે. હરરાજીમાં દસ કિલો બોક્સનો ભાવ એક હજારથી સત્તર સો રૂપિયા બોલાયો છે. જોકે હજુ ફુલ સિઝનને આવતા એક મહિના જેટલી વાર લાગશે. જો અત્યારમાં જ કેસર કેરીના ભાવ એક હજારથી સત્તર સો સુધી બોલાતા હોય તો ફુલ સિઝનમાં શું સ્થિતિ હશે તેનો અત્યારથી તાગ મેળવવામાં કેરીના રસિકો મંડાયા છે.
જૂનાગઢમાં હજુ ડુંગરપુરમાં કેરી આવી છે. આ સિવાય મેંદરડા, વંથલી, ધંધૂસર, તાલાલા, ઉના સહિતના વિસ્તારોમાંથી કેસર કેરીની આવક થશે. આ વખતે ખેડૂતોને કમોસમી વરસાદનો માર પડ્યો છે. પહેલા માવઠું આવતું ત્યારે ફક્ત મોર ખરી જતાં હતા. જોકે ગત વર્ષે તો પડ્યા પર પાટુ પડ્યું હોય તેમ ગીર સોમનાથ જિલ્લાને તાઉતે વાવાઝોડાએ ધમરોળી નાખ્યું હતું. જેના કારણે કેટલાય આંબાઓ જડમૂળમાંથી ઉખડી ગયા હતા. વર્તમાન સમયે પ્રતિકૂળ વાતાવરણના કારણે આગોતરો માલ બગડી ગયો છે. પાછોતરો માલ સારો આવવાની સંભાવના છે.
માનવામાં આવી રહ્યું છે કે હાલ ઓછું ઉત્પાદન અને ઓછી આવકના કારણે ભાવ ઊંચા છે. જોકે બાદમાં જેમ ધીમે ધીમે કેસર કેરીનો સ્ટોક માર્કેટમાં આવશે ત્યારે ભાવમાં ચડતી અને પડતી જોવા મળી શકે છે. સિઝનના એન્ડમાં કચ્છની કેસર કેરીનું પણ આગમન થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત