Homeગુર્જર નગરીગોંડલના રામજી મંદિરના સંત 1008 મહામંડલેશ્વર પૂ. હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન, ભાવિકોમાં શોક

ગોંડલના રામજી મંદિરના સંત 1008 મહામંડલેશ્વર પૂ. હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન, ભાવિકોમાં શોક

Team Chabuk-Gujarat Desk: રાજકોટ જિલ્લાના ગોંડલ સ્થિત પ્રસિદ્ધ રામજી મંદિરના સંત 1008 મહામંડલેશ્વર પૂ. હરિચરણદાસજી મહારાજ 100 વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. પૂ. હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયાના સમાચાર મળતાં જ ભાવિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હરિચરણદાસજી મહારાજના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે.

પૂ. હરિચરણદાસજીએ સવારે 4 વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા. જો કે, સવારે 8 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. ત્યારે ભક્તો અંતિમ દર્શન કરે ત્યારબાદ તેમના પાર્થિવ દેહને ગોરા આશ્રમ ખાતે લઈ જવામાં આવશે. જ્યાં આવતીકાલ સવારે ગોરા આશ્રમ ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે.

બાપુનો જન્મ બિહારમાં થયો હતો

હરિચરણદાસજી બાપુનું મૂળ નામ હરિશ્ચંદ્ર મિસરા હતું. તેમનો જન્મ 1921 માં ચૈત્ર સુદ 6 ના દિવસે બિહારના પંજરવામાં થયો હતો. હરિચરણદાસજી 1955 માં એટલે કે છેલ્લા 70 વર્ષથી પૂ. ગુરુદેવ રણછોડદાસજી મહારાજની આજ્ઞાથી ગોંડલ આશ્રમનું સંચાલન કરતા હતા. લગભગ તેમણે 34 વર્ષની ઉંમરે આશ્રમનું સંચાલન સંભાળ્યું હતું. સરિયો નદીના કિનારે ભજન કરતા પૂ. સદગુરુ દેવ રણછોડદાસજી મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું.

ગોંડલમાં રહીને બાપુએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા. જેમાં ગોંડલમાં રામજી મંદિર બંધાવ્યું હતું. ત્યારબાદ રામ સાર્વજમિક હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. પાંડુકેશ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન-ભજન અને માનવસેવાની જ્યોત જલાવી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments