Team Chabuk-Gujarat Desk: સંત અને સૂરાની ભૂમિ તરીકે સુવિખ્યાત જૂનાગઢ ઉનાળો આવતા આકરા તાપ માટે પણ વિખ્યાત બની જાય છે. જૂનાગઢમાં રવિવારની રજાના દિવસે ભવનાથ તળેટી પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, પણ તડકાએ લોકોના સીન વીંખી નાખ્યા હતા, કારણ કે ગઈકાલે રવિવારે જૂનાગઢમાં ઉનાળાની ઋતુનું સૌથી ઊચું 41.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
જૂનાગઢમાં દિવસની શરુઆત થતાં જ સવારના નવ વાગ્યાથી લોકો ત્રાહીમામ પોકારવા લાગ્યા હતા. બપોર થતામાં તો રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા. અગનગોળા વરસાવતી ગરમીના કારણે લોકોએ ઘરમાં જ રહેવાનું મુનાસીબ સમજ્યું હતું. તોપણ થોડી અમથી માનવીય અવર જવર નજરે પડી હતી. ભારે ગરમીથી લોકો વ્યાકુળ થઈ ગયા હતા
રવિવારે બપોરે મહત્તમ તાપમાન 41.9 ડિગ્રીએ પહોંચી ગયું હતું જે ઉનાળાની ઋતુનું અત્યાર સુધીનું સૌથી ઊચું તાપમાન રહ્યું છે. છેલ્લે 16 માર્ચના 41.3 ડિગ્રી ગરમી પડી હતી. આમ, 11 દિવસ પછી ફરી આકરી ગરમી પડી હતી. શુક્રવારે 38.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. બાદમાં શનિવારે 40 અને રવિવાર 41.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
છેલ્લા બે દિવસથી તાપમાનમાં 3.7 ડિગ્રીનો વધારો થયો છે. રવિવારની બપોરે પડેલી ગરમીના કારણે ઘરના પંખાઓ પણ શોભના ગાંઠીયા સમાન બની ગયા હતા. આકરી ગરમીએ જૂનાગઢવાસીઓની અગ્નિપરીક્ષા લીધી હતી. જણાવી દઈએ કે જૂનાગઢ શહેરમાં રવિવારના રોજ લઘુત્તમ 20.4, મહત્તમ 41.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 55 અને બપોરે 14 ટકા તેમજ પવનની ઝડપ 3.8 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત