Team Chabuk-Gujarat Desk: હમણાંથી એક પરંપરા થઈ ગઈ છે કે ગુજરાતમાં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન થાય અને એનું પેપર ન ફૂટે એવું બને નહીં. રવિવારના રોજ વન સંરક્ષણની લેવાયેલી પરીક્ષાનું પેપર ફૂટ્યાના સમાચારે ઉમેદવારોને નિરુત્સાહી કરી દીધા હતા. પેપર ફૂટ્યાનો વિવાદ હજુ પણ સક્રિય છે.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે જીતુ વાઘાણીના ગેરરીતિ અને કોપી કેસના દાવાને ફગાવી દેવા નિવેદન આપ્યું હતું કે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ગૃહ જિલ્લા ભાવનગરમાં જ આ પેપર પરીક્ષા શરૂ થયાના માત્ર ચાર જ મિનીટમા સોશિયલ મીડિયા પર ફરતું થઇ ગયું હતું. યુવરાજે આ સાથે તેમને ગુજરાતના વિવિધ ભાગોમાંથી પરિક્ષાર્થીઓએ પેપર ફૂટ્યું હોવાના અથવા ગેરરીતિ થઇ હોવાના સંદેશા વિવિધ માધ્યમો થકી મળ્યા હતા તે પણ જાહેર કર્યાં હતા.
યુવરાજે ભૂતપૂર્વ ગૃહંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વર્તમાન ગૃહમંત્રી હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, આ માત્ર પેપર નહીં, પણ લાખો સરકારી નોકરીવાંચ્છુઓના ભાગ્ય ફૂટ્યાં છે. અત્યાર સુધી જેટલાં પેપર ફૂટ્યાં તેમાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાથી માંડી ને વર્તમાન મંત્રી હર્ષ સંઘવીએ દાવો કર્યો હતો કે પગલાં લેવાશે, પરંતુ જો પેપર ફોડનારાં લોકોને કડક સજા થઇ હોત તો હવે આવું ન બન્યું હોત. સરકારમાં બેઠેલાં લોકો જ દલાલો સાથે મળીને પેપર ફોડી રહ્યા છે.

બીજી તરફ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ આ આરોપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે કોઈ એક જગ્યાએ ગેરરીતિ થઈ હોય અને તેમાં આખી સરકાર પર દોષનો ટોપલો ઢોળી પેપર ફૂટ્યું તેવી વાત કરવી ન જોઈએ. રાજકોટમાં પણ જે જગ્યાએ પેપરનું પરબિડીયું કપાયેલું હતું તેવી ફરિયાદ થઈ છે ત્યાંની હકીકતના વીડિયો ફૂટેજ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા અને વિજિલન્સ કમિશનના અધિકારીઓ પાસે છે.
શિક્ષણ મંત્રીએ યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનું જણાવી કહ્યું હતું કે, ગુજરાતને બદનામ કરવા માંગતા કેટલાંક લોકો આ અભિયાન ચલાવે છે. પેપર ફૂટ્યું હોય તો એ જ દિવસે ફરિયાદ કરવાને બદલે ત્રીજા દિવસે આ લોકો કાગારોળ મચાવીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
