Team Chabuk-Gujarat Desk: નજીવી બાબતે લોકો આવેશમાં આવી જઈ હત્યાની ઘટનાને અંજામ આપતા થઈ ગયા છે. રાજકોટ જિલ્લાના કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે ફ્રૂટ લેવા ગયેલા યુવકને બાઈક દૂર પાર્ક કરવાનું કહી, ઝઘડો કરી, છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ પોલીસે હત્યાને અંજામ આપનારા એક આરોપીને ઝડપી પાડ્યો છે જ્યારે એક નાસી છૂટ્યો છે.

22 વર્ષીય પરાક્રમસિંહ પઢિયાર મંગળવારે રાતના 8-15 વાગ્યે પોતાનું બાઈક લઈ રણુજા મંદિર પાસે ફ્રૂટ લેવા પહોંચ્યો હતો. જ્યારે તે બાઈક પાર્ક કરતો હતો ત્યારે બે વ્યક્તિએ તેને જગ્યા હોવા છતાં બાઈક દૂર પાર્ક કરવાનું કહ્યું હતું. પરાક્રમસિંહે જગ્યા હોવા છતાં બાઈક દૂર પાર્ક કરવાનું શા માટે કહો છો? એમ કહેતા બંને યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. બાદમાં ઉશ્કેરાયેલા યુવકોએ પરાક્રમસિંહને છરીના બે ઘા ઝીંકી દીધા હતા. યુવક નીચે ઢળી પડતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. લોકોએ તેને હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું.
હત્યા કરી ભાગી છૂટેલા આરોપીઓમાંથી કિશન ટાંક નામના આરોપીને આજી ડેમ પોલીસ સ્ટેશનના પી.આઈ ચાવડા અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. તેનો સાથીદાર ભાગી છૂટ્યો હોય તેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. જ્યારે પુત્રની કરપીણ હત્યાના સમાચાર પરિવારજનોને મળ્યા ત્યારે પરિવારજનો ભાંગી પડ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
