Homeદે ઘુમા કેહૈદરાબાદ સામે રાજસ્થાનનો વિજય: પ્રથમ વખત લક્ષ્યનું રક્ષણ કરનારી ટીમ જીતી

હૈદરાબાદ સામે રાજસ્થાનનો વિજય: પ્રથમ વખત લક્ષ્યનું રક્ષણ કરનારી ટીમ જીતી

Team Chabuk-IPL Desk: રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 61 રનથી પરાજય આપ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી રાજસ્થાને 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 210 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. સુકાની સંજુ સેમસને રાજસ્થાન માટે પોતાના 100માં મેચમાં ખાસ ઈનિંગ રમતા 27 બોલમાં 55 રન બનાવી આઉટ થયો હતો. દેવદત્ત પડિક્કલ 29 બોલમાં 41 રન અને શિમરોન હેટમાયર 13 બોલમાં 32 રનની ઈનિંગ રમી હતી. જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 149 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ માટે સર્વાધિક રન એડેન માર્કરમે બનાવ્યા હતા. જેણે 41 બોલમાં 57 રનની નોટ આઉટ ઈનિંગ રમી હતી. આ સિવાય વોશિંગ્ટન સુંદરે 14 બોલમાં 40 રનની ઇનિંગ રમી હતી. હૈદરાબાદના બે બેટર્સ શૂન્ય પર પવેલિયન ફર્યાં હતા. જેમાં રાહુલ ત્રિપાઠી અને નિકોલસ પૂરનનો સમાવેશ થાય છે.

shreeji dhosa

રાજસ્થાનની ટીમ આ સિઝનમાં લક્ષ્યનું રક્ષણ કરતા મેચ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. અંતિમ ચાર મેચ બાદ પ્રથમ વખત બેટીંગ કરનારી ટીમનો વિજય થયો છે. આ સાથે જ રાજસ્થાન અને હૈદરાબાદની વચ્ચે હિસાબ બરાબરી પર આવી ગયો છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં 16 આઈપીએલ મેચ રમાયા છે. અને બંનેએ 8-8માં જીત પ્રાપ્ત કરી છે.

પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાનની ટીમે છ વિકેટના નુકસાન પર 210 રન ફટકાર્યા હતા. સુકાની સેમસને 55 રનની તાબડતોડ ઈનિંગ રમી હતી. આ તેની આઈપીએલ કરિયરની 16મી હાફ સેન્ચુરી છે. ઈનિંગમાં સેમસને ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યાં હતા. રાજસ્થાન માટે આ મેચ શુકનિયાળ સાબિત થયું હતું. મેચની પ્રથમ ઓવરમાં જ ભુવનેશ્વર કુમારે બટલરને પૂરનના હાથે કેચ આઉટ કર્યો હતો. દુર્ભાગ્યવશ બોલ નો બોલ થઈ ગઈ હતી અને બટલરને જીવનદાન મળી ગયું હતું.

shreeji dhosa

બટલરે જીવનદાનનો ફાયદો ઉઠાવતા યશસ્વી જાસવાલની સાથે મળી 58 રનની આરંભિક ભાગીદારી કરી. પોતાની પ્રથમ મેચ રમી રહેલા વિન્ડીઝના ખેલાડી રોમારિયો શેફર્ડે યશસ્વીને આઉટ કરી આ ભાગીદારીનો અંત આણ્યો હતો. યશસ્વીએ 16 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા. ઉમરાન મલિકે જોસ બટલરને વિકેટકીપર નિકોલસ પૂરનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બટલરે 28 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 35 રનનું યોગદાન આપ્યું હતું. અહીંથી સુકાની સેમસને દેવદત્ત પડ્ડિક્કલની સાથે મળી ઈનિંગ સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 41 બોલમાં 73 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે પડિક્કલ હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો અને 29 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી 41ના સ્કોર પર આઉટ થયો હતો.

સેમસન પણ હાફ સેન્ચુરી ફટકાર્યા બાદ લાંબો સમય ક્રિઝ પર ટકી નહોતો શક્યો. તેના આઉટ થયા બાદ શિમરોન હેટમાયરે તોફાની ઈનિંગ રમી હતી. માત્ર 13 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 32 રનની આક્રામક ઈનિંગે હૈદરાબાદને પરસેવે રેબઝેબ કરી દીધું હતું. તેણે રિયાન પરાગની સાથે 19 બોલમાં 44 રનની ભાગીદારી કરી હતી. અંતિમ ઓવરમાં ટી નટરાજને હેટમાયર અને રિયાન પરાગને પવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. પરાગ નવ બોલમાં 12 રન બનાવી આઉટ થયો. જ્યારે નાથન કૂલ્ટર-નાઈલ એક રન બનાવી અણનમ રહ્યો હતો. હૈદરાબાદ તરફથી ઉમરાન મલિક અને ટી નટરાજને બે-બે વિકેટ ઝડપી હતી. તો ભુવનેશ્વર કુમાર અને રોમારિયો શેફર્ડે એક-એક વિકેટ લીધી હતી. રાજસ્થાને અંતિમ પાંચ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 62 રન બનાવ્યા હતા.

shreeji dhosa

211 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની શરુઆત સારી નહોતી રહી. બીજી જ ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ સુકાની કેન વિલિયમ્સનને દેવદત્ત પડિક્કલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વિલિયમ્સન બે રન બનાવી આઉટ થયો. પોતાની બીજી ઓવરમાં પ્રસિદ્ધે રાહુલ ત્રિપાઠીને શૂન્ય પર પવેલિયનનો રસ્તો બતાવ્યો. હૈદરાબાદની ઈનિંગની પાંચમી ઓવરમાં ટ્રેટ બોલ્ટે નિકોલસ પુરનને એલબીડબલ્યૂ આઉટ કર્યો. એ પણ નવ બોલમાં શૂન્ય રન પર પરત ફર્યો હતો. આઈપીએલમાં પૂરનનું રન બનાવવા માટેનું સંઘર્ષ હજુ પણ યથાવત છે. ગત સિઝનમાં પણ પૂરન અસંખ્ય વખત શૂન્ય પર આઉટ થયો હતો. 2021માં પૂરને 12 મેચની 11 ઈનિંગમાં ફક્ત 85 રન બનાવ્યા હતા. આ વર્ષે મેગા ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પૂરનને 10.75 કરોડની માતબર રકમમાં ખરીદ્યો છે. જોકે સિઝનની શરૂઆતમાં જ તેણે જૂની પરંપરાને જાળવી રાખી હતી.

પૂરન બાદ હૈદરાબાદની ઈનિંગ પત્તાના મહેલની માફક પડી ગઈ. અભિષેક શર્મા નવ, અબ્દુલ સમદ ચાર રન, રોમારિયો શેફર્ડ 24 રન બનાવી આઉટ થયા. આ ત્રણે ખેલાડીઓને યુઝવેન્દ્ર ચહલે પવેલિયન મોકલ્યા. અંતમાં એડેન માર્કરમ અને વોશિંગ્ટન સુંદરે 19 બોલમાં 55 રનની ભાગીદારી કરી. જોકે ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. સુંદર 14 બોલમાં 40 રન બનાવી આઉટ થયો. માર્કરમે 41 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી આઈપીએલ કરિયરની પ્રથમ હાફ સેન્ચુરી ફટકારી હતી અને 57 રન પર અણનમ રહ્યો હતો. ભુવનેશ્વર પણ ત્રણ રન બનાવી નોટ આઉટ રહ્યો. રાજસ્થાન તરફથી ચહલે સર્વાધિક ત્રણ વિકેટ લીધી. તો ટ્રેન્ટ બોલ્ટ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ બે-બે વિકેટ ઝડપી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments