Homeદે ઘુમા કેપ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન સામે વિજય: પાક બેટર્સ એક પાર્ટ ટાઈમ બોલર...

પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન સામે વિજય: પાક બેટર્સ એક પાર્ટ ટાઈમ બોલર સામે રન ન બનાવી શક્યા

Team Chabuk-Sports Desk: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વનડે શ્રેણીનો પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ લાહોરમાં પાકિસ્તાનની ટીમને 88 રનના અંતરથી સજ્જડ પરાજય આપ્યો હતો. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ મેચમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટીંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 313નો વિશાળ સ્કોર ખડો કર્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ માત્ર 225 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાના સ્પિનર એડમ ઝમ્પાએ ચાર વિકેટ લીધી હતી, તો મિશેલ સ્વેપ્સન અને ટ્રેવિસ હેડે બે-બે વિકેટ લીધી હતી.

shreeji dhosa

ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરુઆત શાનદાર રહી હતી. ટ્રેવિસ હેડ અને સુકાની ફિન્ચે પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી. હેડે ઈનિંગમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 72 બોલમાં 101 રનની આક્રામક ઈનિંગ રમી હતી. બેન મેકડરમોટે 55 અને કેમરુન ગ્રીને 40 રન બનાવ્યા હતા. લાબુશેન અને સ્મિથના છૂટક યોગદાનથી ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સાત વિકેટના નુકસાન પર 313 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. પાકિસ્તાન માટે હરીસ રઉફ અને જાહિદ મહમૂદે બે-બે વિકેટ ઝડપી હતી. ઈફ્તિકાર અહમદ અને ખુશદિલ શાહને એક-એક સફળતા પ્રાપ્ત થઈ હતી. હસન અલી અને મોહમ્મદ વસીમ આ મેચમાં ખર્ચાળ સાબિત થયા હતા.

shreeji dhosa

314 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરુઆત ખાસ નહોતી રહી. 24 રનના સામાન્ય સ્કોર પર ટીમની પ્રથમ વિકેટ પડી હતી. બાબર આઝમ અને ઈમામ ઉલ હકે પાકિસ્તાનની ઈનિંગને સંભાળી 96 રનની ભાગીદારી કરી હતી. સુકાની બાબર 57 રન પર આઉટ થયો હતો. એ પછી પાકિસ્તાનનો કોઈ પણ બેટર ઈમામ ઉલ હકનો સાથ નહોતો આપી શક્યો. ઈમામે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરતા ઈનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 96 બોલમાં 103 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ 45.2 ઓવરમાં 225 રન પર ઢેર થઈ ગઈ હતી.

shreeji dhosa

ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પાએ મેચમાં તરખાટ મચાવતા સર્વાધિક ચાર વિકેટ ઝડપી હતી. મિશેલ સ્વેપ્સન અને ટ્રેવિસ હેડને બે-બે વિકેટ મળી હતી. નાથન એલિસ અને સીન એબોટને એક-એક વિકેટ મળી હતી. આ મેચમાં પાકિસ્તાનના આઠ બેટર્સ ઓસ્ટ્રેલિયાના સ્પિન બોલર્સનો શિકાર બન્યા હતા. જેમાં ઝમ્પાને છોડી બાકીના બંને સ્પિનર્સ કંઈ ખાસ પ્રદર્શન નહોતા કરી શક્યા. ટ્રેવિસ હેડ પાર્ટ ટાઈમ બોલર છે. આમ છતાં પાકિસ્તાનના બેટર્સને સ્પિનર સામે રન બનાવતા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments