Team Chabuk-Gujarat Desk: જમ્મુ-કાશ્મીર હંમેશા આતંકવાદીઓના નિશાના પર રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં અવારનવાર હુમલાઓ થતાં રહે છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં હિજાબધારી એક શખ્સ સોપોરમાં સીઆરપીએફ બંકરની સામે પેટ્રોલ બોમ્બ ફેંકે છે. પેટ્રોલ બોમ્બ ફેંકતા આ શખ્સના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

જે CCTV ફૂટેજ સામે આવ્યા છે તેમાં હિજાબ પહેરેલી એક વ્યક્તિ પેટ્રોલ બોમ્બ ફેંકતી જોવા મળી રહી છે. વીડિયોમાં CRPFના જવાનો પેટ્રોલ બોમ્બના કારણે બંકરમાં લાગેલી આગને ઓલવતા જોવા મળે છે.
#WATCH Bomb hurled at CRPF bunker by a burqa-clad woman in Sopore yesterday#Jammu&Kashmir
— ANI (@ANI) March 30, 2022
(Video source: CRPF) pic.twitter.com/Pbqtpcu2HY
સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હિજાબધારી એક વ્યક્તિએ સાંજે સોપોરના મુખ્ય ચોકમાં CRPF બંકર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. જેના ફૂટેજ ત્યાં લગાવેલા CCTVમાં કેદ થઈ ગયાં છે. જો કે, વીડિયોમાં એ જાણી નથી શકાયું કે પેટ્રોલ બોમ્બ ફેંકનાર હિજાબધારી શખ્સ મહિલા છે કે પુરુષ. સુરક્ષા દળોએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાની પુષ્ટિ કરતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત