Homeદે ઘુમા કેપંજાબ સામે કોલકાતાનો વિજય: આંદ્રે રસેલની ગગનચૂંબી આઠ સિક્સે દર્શકોને મોજ પાડી...

પંજાબ સામે કોલકાતાનો વિજય: આંદ્રે રસેલની ગગનચૂંબી આઠ સિક્સે દર્શકોને મોજ પાડી દીધી

Team Chabuk-IPL Desk: આંદ્રે રસેલની આઠ સિક્સર સાથેની વિધ્વંસક ઈનિંગની મદદથી કોલકાતાએ આઈપીએલના 15માં સંસ્કરણની આઠમી મેચ અને પોતાની ત્રીજી મેચમાં પંજાબ સામે છ વિકેટથી જીત પ્રાપ્ત કરી લીધી છે. મેચમાં પંજાબની ટીમ અસહાય લાગી હતી અને તે બેટીંગ અને બોલિંગ સહિતના તમામ ક્ષેત્રોમાં નિષ્ફળ પૂરવાર થઈ હતી. પોંઈન્ટ ટેબલમાં હાલ કોલકાતાની ટીમ ટોચ પર છે.  પંજાબે પ્રથમ બેટીંગ કરતાં કોલકાતાની સામે 138 રનનું સામાન્ય લક્ષ્યાંક રાખ્યું હતું. જેને કોલકાતાએ ચાર વિકેટના નુકસાન પર પ્રાપ્ત કરી લીધું. કોલકાતા માટે આંદ્રે રસેલે સર્વાધિક 70 રન બનાવ્યા જ્યારે ઉમેશ યાદવે ચાર વિકેટ ઝડપી હતી.

મેચમાં કોલકાતાના સુકાની શ્રેયસ અય્યરે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. તેનો આ નિર્ણય સાચો ઠર્યો અને પંજાબની ટીમ કંઈ ખાસ ઉકાળી નહોતી શકી. 18.2 ઓવરમાં 137 રન પર પંજાબની ટીમ ઢેર થઈ ગઈ હતી. કોલકાતાએ 14.3 ઓવરમાં જ શેષ છ ઓવર બાકી રહેતા મેચમાં જીત પ્રાપ્ત કરી લીધી હતી.

આંદ્રે રસેલ અને સેમ બિલિંગ્સની વચ્ચે પાંચમી વિકેટ માટે 90 રનની ભાગીદારી નોંધાઈ હતી. એક સમયે કોલકાતાની ટીમ 51 રન પર પાંચ વિકેટ ગુમાવી સંઘર્ષ કરી રહી હતી. અહીંથી બંનેએ ટીમને જીત અપાવાનો નિશ્ચય કર્યો. રસેલે મેદાનમાં લાંબી સિક્સરો ફટકારી દર્શકોને મનોરંજન પૂર્ણ પાડ્યું હતું. જ્યારે સામે ક્રિઝમાં 24 રન પર બિલિંગ્સે વિકેટનું પતન ન થવા દઈ આંદ્રેનો પૂરો સાથ નિભાવ્યો હતો.

પંજાબ માટે રાહુલ ચાહરે શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા ચાર કરકસરયુક્ત ઓવરમાં 13 રન આપી મહત્વની બે વિકેટ ઝડપી હતી. જેમાં એક મેડન ઓવરનો પણ સમાવેશ થાય છે. તેના સિવાય ઓડિયન સ્મિથ અને કગિસો રબાડાને એક-એક વિકેટ મળી હતી. અર્શદીપ સિંહ, હરપ્રીત બરાર અને લિવિંગ્સ્ટનને બોલિંગમાં એક પણ સફળતા નહોતી મળી.

DHOSA

આ સિઝનમાં કોલકાતાની આરંભિક જોડી ફરી નિષ્ફળ પૂરવાર થઈ છે. પ્રથમ મેચને છોડી બંને મેચમાં ઓપનિંગ જોડી કંઈ ખાસ રન નથી બનાવી શકી. આ મેચમાં પણ રહાણે 12 અને વેંકટેશ ત્રણ રન બનાવી આઉટ થયા. નીતિશ રાણા પણ શૂન્ય પર આઉટ થયો હતો. સુકાની અય્યરે 15 બોલમાં 26 રન જરૂર બનાવ્યા પણ તે રનને મોટી ઈનિંગમાં તબ્દિલ નહોતો કરી શક્યો.

ઉમેશ યાદવે આ મેચમાં કોલકાતાને શાનદાર સ્ટાર્ટ અપાવ્યું હતું. સતત ત્રીજી મેચની પ્રથમ ઓવરમાં જ વિકેટ ઝડપી હતી અને સુકાની મયંક અગ્રવાલને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મધ્ય ઓવરમાં પણ ટીમ માટે વિકેટ પાડતા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર ઓવરમાં 23 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. તેના સિવાય ટીમ સાઉદીએ બે વિકેટ ઝડપી હતી. શિવમ માવી, સુનીલ નરેન અને આંદ્રે રસેલને એક-એક સફળતા પ્રાપ્ત થઈ હતી.

ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી પંજાબની ટીમની શરુઆત કંઈ ખાસ નહોતી રહી. સુકાની મયંક અગ્રવાલ પ્રથમ ઓવરમાં જ પવેલિયન પરત ફર્યો હતો. એ પછી ભાનુકા રાજપક્ષેએ તાબડતોડ બેટીંગ કરતા ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી નવ બોલમાં 31 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. રાજપક્ષેની વિસ્ફોટક ઈનિંગના કારણે પાવરપ્લેમાં પંજાબની ટીમે 62 રન બનાવ્યા. અંતમાં રબાડાએ રનની ગતિમાં વધારો કરતા ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

રાજપક્ષેના આઉટ થયા બાદ પંજાબની ટીમની નિયમિત અંતરાલમાં વિકેટનું પતન થતું રહ્યું હતું. શિખર ધવન 16, વિલિંગસ્ટન 19 અને રાજ બાવા 11 રન બનાવી આઉટ થયા હતા. શાહરુખ ખાન શૂન્ય પર આઉટ થયો હતો. અંતમાં કાગિસોની ઈનિંગે ટીમની લાજ બચાવી લીધી હતી. જોકે પંજાબની ટીમ પૂરી 20 ઓવર પણ રમી નહોતી શકી અને 18.2 ઓવરમાં 137 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments