Homeગામનાં ચોરેઅનુસૂચિત જાતિના દર્દીનો ઈલાજ ન કરવા પર કોર્ટે ડોક્ટરની વિરુદ્ધ રિપોર્ટનો આદેશ...

અનુસૂચિત જાતિના દર્દીનો ઈલાજ ન કરવા પર કોર્ટે ડોક્ટરની વિરુદ્ધ રિપોર્ટનો આદેશ આપ્યો

Team Chabuk-National Desk: બદાયૂમાં અનુસૂચિત જાતિના દર્દીનો ઈલાજ ન કરવાના મામલે સ્પેશિયલ જજ એસસી-એસટી એક્ટ મહેન્દ્રસિંહ તૃતીયએ ડો. રિષમ અગ્રવાલની વિરુદ્ધ રિપોર્ટ ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. આરોપ છે કે ડોક્ટરે દર્દીની જાતિ પૂછી તેનો ઈલાજ કરવા નનૈયો ભણી દીધો હતો.

બદાયૂના દિયોરી ગામના રહેવાસી જયપાલના જણાવ્યા અનુસાર 18 માર્ચ 2020ની રાત્રે પપ્પુની નાકમાંથી લોહી ટપકી રહ્યું હતું. પરિવારના લોકોએ તેને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. ઈલાજ ન થવા પર સ્ટાફ અને નર્સને પરિવારજનોએ પૂછ્યું હતું. જેના પર ફરજ પર ઉપસ્થિત નર્સે કહ્યું હતું કે ભરતીવાળી ફાઈલ ખોવાઈ ગઈ છે.

આગામી દિવસે હોસ્પિટલમાં ફરજ પર હાજર ડો. રિષમ અગ્રવાલે પપ્પુને તેની નામ અને જાતિ પૂછી હતી. જ્યારે તેણે અનુસૂચિત જાતિનો હોય એવું કહ્યું ત્યારે ડોક્ટરે તેનો ઈલાજ કરવાની ના પાડી દીધી હતી ઉપરથી ખોવાયેલી ફાઈલ પરત જોતી હોય તો 2000 રૂપિયાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. પરિવારના લોકોએ તેમને ઘણી જીહજૂરી કરી હતી પણ કંઈ થયું નહોતું.

DHOSA

એ પછી પપ્પુને બરેલીની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો અને ત્યાં તેનો ઈલાજ કરવામાં આવ્યો. પપ્પુએ પોતાના વકીલ અજય સિસોદિયાના માધ્યમથી સ્પેશિયલ જજ એસસી-એસટી એક્ટની અદાલતમાં 156 (3) સીઆરપીસી હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સ્પેશિયલ જજ એસસી-એસટી એક્ટ મહેન્દ્રસિંહ તૃતીયએ વકીલની ચર્ચા સાંભળી હતી. કોર્ટે હાલ જિલ્લા હોસ્પિટલના ડોક્ટર રિષમ અગ્રવાલની વિરુદ્ધ અરજીમાં વર્ણિત કથનોના આધાર પર રિપોર્ટ ફાઈલ કરવાનો આદેશ જાહેર કર્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments