Team Chabuk-Gujarat Desk: કોરોનાના કેસ દેશભરમાં હવે ઘટી ગયા છે. કોરોનાના કેસ ઘટતાં હવે દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને તેલંગાણા સરકારે માસ્ક પહેરવામાંથી પણ જનતાને છૂટકારો આપ્યો છે. ત્યારે હવે સવાલ તે ઉભો થાય છે કે ગુજરાતમાં પણ હવે કોરોના કેસમાં ધટાડો નોંધાયો છે ત્યારે અન્ય રાજ્યોની જેમ માસ્કમાંથી ક્યારે છૂટછાટ મળશે ?
ગુજરાતમાં લોકોને માસ્કમાંથી છૂટછાટ ક્યારે મળશે આ સવાલનો જવાબ રાજ્યના આરોગ્ય મંત્રીને પુછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના માત્ર સિંગલ ડિજિટમાં આવી ગયો છે. તંત્ર છૂટ આપે તે પહેલાં જ લોકોએ જાતે જ છૂટ લઈ લીધી છે. નિયમ હોય કે ના હોય હવે સોશિયલ ડિસ્ટન્સ લોકોએ દૂર કરી દીધું છે. તેમણે જાતે સ્વીકાર્યું છે કે નિયમ હોય કે ના હોય લોકો હવે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા.

નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઘટી ગયા છે અને ફરી એકવાર જનજીવન સામાન્ય બની ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સિવાયના કોરોનાના નિયમો હટાવી દીધા છે. આ બધાની વચ્ચે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણામાં માસ્કમાંથી મુક્તિ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાતે સ્વીકાર કર્યો છે કે, નાગરિકોએ માસ્ક પહેરવાને લઈને પોતાની જાતે જ મુક્તિ મેળવી લીધી છે. જેથી મેળાવડાઓમાં પણ કોઈ પણ વ્યક્તિ માસ્ક ના પહેરતા હોવાનો તેમણે સ્વીકાર કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
