Homeતાપણુંબેનરો ભલે ફાડી નાખો પણ અમારા ઝનૂનને કેમ રોકશો માનનીય માજી બુટલેગર...

બેનરો ભલે ફાડી નાખો પણ અમારા ઝનૂનને કેમ રોકશો માનનીય માજી બુટલેગર સાહેબ?: ગોપાલ ઈટાલિયા

Team Chabuk-Political Desk: ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવનિર્વાચિત મુખ્યમંત્રી ભગવંત માનનું ગુજરાતની ધરતી પર આગમન થયું. જોકે એ પહેલા એક વિવાદ સામે આવ્યો હતો. કેજરીવાલ અને ભગવંત માનના સ્વાગતને લઈ અમદાવાદમાં લગાવવામાં આવેલા પોસ્ટરો હટાવવામાં આવ્યા હતા. જેના કારણે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો.

આ અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના તોતિંગ વાહનમાં આ પોસ્ટરો લઈ જવામાં આવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ગોપાલ ઈટાલિયાએ આ અંગેની પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે ‘આમ આદમી પાર્ટી દ્વારા શ્રી અરવિંદ કેજરીવાલ અને શ્રી ભગવંત માન સાહેબના સ્વાગત માટે અમદાવાદમાં લગાડેલ બેનર માજી બુટલેગર શ્રી સી.આર.પાટીલના ઈશારે ભાજપ સંચાલિત પાલિકા દ્વારા ઉતારી લેવામાં આવેલ છે.’

વધુમાં તેમણે ભાજપની આ પ્રવૃત્તિને હલકી કક્ષાની ગણાવી લખ્યું છે કે, ‘ભ્રષ્ટ ભાજપ 27 વર્ષથી સરકાર હોવા છતાંય પણ બેનર ફાડવા જેવી હલકી કક્ષાની પ્રવૃત્તિ કેમ કરવી પડે છે? ગુજરાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, વિજળી, ખેતી અને ભ્રષ્ટાચારમુક્તિ બાબતે કામ કર્યું હોત તો આજે બેનરો ફાડવાની મજૂરી ન કરવી પડેત. બેનરો ભલે ફાડી નાખો પણ અમારા ઝનૂનને કેમ રોકશો માનનીય માજી બુટલેગર સાહેબ?’

DHOSA

આજે 2 એપ્રિલના રોજ આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા નીકળવાની છે. જેમાં ગુજરાતભરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ખોડિયાર મંદિર નિકોલથી તિરંગા યાત્રાનો આરંભ થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments