Homeગુર્જર નગરીરાજ્યના 77 IPS અધિકારીઓની બઢતી અને બદલી, જાણો કોણ ક્યા મૂકાયું

રાજ્યના 77 IPS અધિકારીઓની બઢતી અને બદલી, જાણો કોણ ક્યા મૂકાયું

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 77 IPS અધિકારીઓની બઢતી અને બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ બેડામાં મોટી સંખ્યામાં બદલી થવાની માત્ર વાતો થઈ રહી હતી. ત્યારે આજે રાજ્યમાં 77 આઈપીએસ અધિકારીઓને વિવિધ જગ્યાઓ પર બઢતી અને બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં મોટાભાગના જિલ્લાઓના પોલીસવડા બદલાયા છે. ચૂંટણીઓ પહેલા પોલીસ બેડામાં આઈપીએસની બદલીઓ મહત્વની માનવામાં આવી રહી છે.

shreeji dhosa

57 અધિકારીઓની બદલી અને 20 અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. લાંબા સમયથી અટકેલી પોલીસ અધિકારીઓની બદલી આખરે થઈ છે. ભૂપેન્દ્ર પટલે સરકારમાં પ્રથમવાર આ બદલીઓ કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાની કમાન સંભાળતા પોલીસ અધિકારીઓની બદલી થઈ ગઈ છે. ચૂંટણીના વર્ષમાં આ બદલીને મહત્વની માનવામાં આવી રહી છે.

કોની ક્યા થઈ બદલી ?

  • IPS વિધિ ચૌધરીની ગાંધીનગર બદલી કરાઈ
  • ઉષા રાડાની સુરત ગ્રામ્યથી સુરત શહેર DCP બન્યા
  • અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા બન્યા
  • અચલ ત્યાગી મહેસાણાના એસપી બન્યા
  • દાહોદના એસપી હિતેષ જોયશરની સુરત ગ્રામ્ય એસપી તરીકે બદલી
  • બનાસકાંઠાના એસપી તરુણ દુગ્ગલની ગાંધીનગર એસપી તરીકે બદલી 
  • નિધિ ચૌધરીની ગાંધીનગરમાં બદલી 
  • આર. વી ચુડાસમાની ભરુચ એસપીથી એસએરપી ગ્રુપ 9 વડોદરામાં બદલી
  • આર ટી સુશરાની ગાધીનગરથી ડીસીપી સુરત તરીક બદલી
  • સુજાતા મજમુદારની એસપી તાપી વ્યારાથી પોલીસ એકેડમી બદલી
  • સુધીર દેસાઈની વડોદરા રુરલ એસપીથી રાજકોટ ઝોન 2 ડિસીપી તરીકે બદલી
  • વિશાલ વાધેલાની CID ક્રાઈમમાંથી એસપી સાબરકાઠાના પદે બદલી 
  • જયપાલસિંહ રાઠોડ ભાવનગર એસપીથી રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે મુકાયા
  • લીના પાટીલ પંચમહાલના એસપીથી ભરુચ એસપી તરીક બદલી
  • હિમકર સિંગની નર્મદા એસપીથી અમરેલી એસપી તરીકે બદલી
  • રાહુલ ત્રિપાઠીની ગીર સોમનાથ એસપીથી મોરબી એસપી તરીકે બદલી
  • શ્વેતા શ્રીમાળી SRP ગ્રુપ 17 જામનગરથી એસપી પશ્ચિમ રેલ્વે બદલી કરાઈ. 
  • નીર્લપ્ત રાય અમરેલી એસપીથી સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી બદલી કરાઈ. 
  • દિપક મેઘાણી ડીસીપી ઝોન 1 વડોદરાથી રાજ ભવનમાં એડીસી તરીકે બદલી 
  • મહેંદ્ર બગડિયાની એસપી સુરેંદ્રનગરથી એસપી કચ્છ પૂર્વમાં બદલી. 
  • સુનીલ જોષી એસપી દ્રારકાથી અમદાવાદ ઓપરેશન ડિપાર્ટમેંટમાં બદલી
  • તરુણ દુગ્ગલની બનાસકાંઠા એસપીથી ગાંધીનગર એસપી તરીકે બદલી કરાઈ.
  • બલરામ મીણાની રાજકોટ રુરલ એપીથી દાહોદ એસપી તરીકે બદલી
  • કરણરાજ વાઘેલાની ડીસીપી વડોદરા થી બોટાદ એસપીમાં બદલી
whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments