Team Chabuk-Gujarat Desk: આજે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રાથમિક શાળાના શિક્ષકોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. ભાવનગરમાં જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષકોની બદલીના સમય મર્યાદામાં ઘટાડો કરાયો છે. બદલીની સમય મર્યાદા ઘટાડી 5 વર્ષ કરવામાં આવી છે. અગાઉ બદલી માટે 10 વર્ષની સમય મર્યાદા હતી. ત્યારે આ જાહેરાત કરતા શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, આજે દરેક શિક્ષકના ઘરે મીઠાઈ વહેંચાશે.

શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, 2012નો જે નિર્ણય હતો તેને સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. 100 ટકા શિક્ષકોને ફેરબદલીનો લાભ મળશે. હવે શિક્ષકો 5 વર્ષ બાદ બદલી માટે અરજી કરી શકશે. બદલીના કિસ્સામાં ફરિયાદ નિવારવા સમિતિની રચના કરવામાં આવશે. શિક્ષકોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ ફેરફાર કર્યા છે. વર્ષોથી વેઠવી પડતી મુશ્કેલીઓ હવે શિક્ષકોએ નહીં ભોગવવી પડે. રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયથી રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને લાભ મળશે.
આ ઉપરાંત, બદલી પાત્ર શિક્ષક દંપતી સાથે રહે એ રીતે પણ નવા નિયમમાં જોગવાઈ કરાઈ છે. ફેર બદલી અને જિલ્લા ફેરની અરસ પરસ બદલીનો લાભ મળશે. ભવિષ્યની પેઢીને ધ્યાને રાખીને નિયમો બનાવવામાં આવ્યા છે. શિક્ષકોની વર્ષો જૂની માંગણીઓ સરકારે સ્વીકારી છે. બે વર્ષમાં તમામ શિક્ષકોને પોતાના વતનમાં બદલીઓ કરી દેવાશે. આમ, શિક્ષકોની વર્ષો જૂની માગણી સરકારે સ્વીકારી છે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું.
શિક્ષણ મંત્રીએ વધુ એક જાહેરાત કરતાં જણાવ્યું કે, આ ઉપરાંત અરસપરસ બદલી કરવા માટે અરજી કરવાની છેલ્લી તા.૨૬ માર્ચ હતી તે વધારીને હવે આવતી તા.૩જી મે સુધી લંબાવવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
