Homeદે ઘુમા કેકરોડો રૂપિયાની ફ્રેન્ચાઈઝી લેપટોપ અને એક પણ આલતુ ફાલતુ ડ્રામા વગર ચલાવતા...

કરોડો રૂપિયાની ફ્રેન્ચાઈઝી લેપટોપ અને એક પણ આલતુ ફાલતુ ડ્રામા વગર ચલાવતા ‘નહેરાજી’

Team Chabuk-IPL Desk: ઈન્ડિયન પ્રીમિયર લીગની શનિવારની મેચમાં ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને પરાજય આપી ટૂર્નામેન્ટની સળંગ બીજી મેચ પોતાના નામે કરી હતી. આ વચ્ચે મેચની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે અને તેના પર અઢળક મીમ્સ બની રહ્યા છે. જેમાં ગુજરાત ટાઈટન્સના હેડ કોચ આશીષ નેહરા મેચની વચ્ચે એક કાગળ લઈ બેઠા છે.

આશીષ નેહરા ટીમના હેડ કોચ છે અને સતત ડ્રેસિંગરૂમમાં એક્ટિવ નજર આવે છે. ટીમના મેન્ટર ગેરી કર્સ્ટનની સાથે મળી આશીષ નેહરાએ અત્યાર સુધી સટીક રણનીતિ બનાવી બે વિરોધી ટીમને પસ્ત કરી છે. આ બંનેની રણનીતિના કારણે જ ગુજરાત ટાઈટન્સ સળંગ બે મેચ જીતી શકી છે.

આશીષ નેહારની વાઈરલ થઈ રહેલી તસવીરનું એક જબરદસ્ત કેપ્શન આપવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે આઈપીએલની ટીમ લેપટોપ પ્લાનિંગ સાથે આવે છે, પણ નેહરાજી એક કાગળની મદદથી વિરોધીઓને ચિત્ત કરી રહ્યા છે. આ સિવાય ગુજરાત ટાઈટન્સે પણ આશીષ નેહરાની એક તસવીર અપલોડ કરી છે. જેમાં તેઓ નાળિયેર પાણી પીતા નજર આવી રહ્યા છે.

ખાસ વાત એ છે કે ગુજરાત ટાઈટન્સે 2 એપ્રિલના રોજ જીત પ્રાપ્ત કરી. ગુજરાત ટાઈટન્સની સાથે જોડાયેલા બે અનુભવી લોકોમાં એક આશીષ નેહરા એ સમયે ટીમમાં ખેલાડી તરીકે હતા જ્યારે ગેરી કર્સ્ટન ટીમના મુખ્ય કોચ હતા. જણાવી દઈએ કે આશીષ નેહરા સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. મીમ વર્લ્ડમાં જ તેમનું નામ નેહરાજી પડ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments