Team Chabuk-Gujarat Desk: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ફરી એકવાર મસ્જિદોના લાઉડસ્પીકરના મોટા અવાજ સામે વાંધો ઉઠાવ્યો છે. MNS પ્રમુખ રાજ ઠાકરેએ એક રેલી દરમિયાન કહ્યું કે, જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આ તો મસ્જિદોની બહાર મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

રાજ ઠાકરેએ શિવાજી પાર્કમાં એક રેલીમાં જણાવ્યું હતું કે, ‘મસ્જિદોમાં લાઉડસ્પીકર આટલા જોરથી કેમ વગાડવામાં આવે છે? જો આને રોકવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર સ્પીકર પર વધુ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું, હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરુદ્ધ નથી. મને મારા ધર્મ પર ગર્વ છે.
Raj Thackeray asks Maha govt to remove loudspeakers from mosques, warns of playing ‘Hanuman Chalisa’ in front of mosques
— ANI Digital (@ani_digital) April 3, 2022
Read @ANI Story | https://t.co/gQx4IkLP85#Maharashtra #Mosque #HanumanChalisa #RajThackrey pic.twitter.com/wtFAJlBF80
ઉપરાંત રાજ ઠાકરેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને મુંબઈના મુસ્લિમ વિસ્તારોમાં દરોડા પાડવાની અપીલ કરી. રાજ ઠાકરેએ કહ્યું, ‘હું પીએમ મોદીને મુસ્લિમ ઝૂંપડપટ્ટીમાં આવેલી મદરેસાઓ પર દરોડા પાડવાની અપીલ કરું છું. આ ઝૂંપડીઓમાં પાકિસ્તાની સમર્થકો રહે છે. મુંબઈ પોલીસ જાણે છે કે ત્યાં શું થઈ રહ્યું છે, ધારાસભ્યો તેનો ઉપયોગ વોટ-બેંક માટે કરી રહ્યા છે, આવા લોકો પાસે આધાર કાર્ડ પણ નથી, પરંતુ ધારાસભ્યો તેમના આધાર કાર્ડ બનાવી રહ્યા છે.

રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને પોતાના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે પર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, જેમની પાર્ટી શિવસેના 2019માં મુખ્યમંત્રી પદને લઈને બીજેપીથી અલગ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જણાવી રહ્યા છે કે દેવેન્દ્ર ફડણવીસ આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ઉદ્વવ ઠાકરે મંચ પર હાજર હતા, પરંતુ તેમણે ક્યારેય સીટ વહેંચણીની ફોર્મૂલા વિશે વાત કરી નથી.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ