Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીનું પરીક્ષા દરમિયાન મૃત્યુ થયું છે. ખેડા જિલ્લાના માતર પંથકના લીંબાસી પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 10ની પરીક્ષા આપવા આવેલા દિવ્યાંગ વિદ્યાર્થીનું મોત થયું છે.

મળતી માહિતી મુજબ મૂળ માલાવાડાનો સ્નેહ નામનો વિદ્યાર્થી લાંબાસી કેદ્રની નવચેતન હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યો હતો. પેપર લખતી વખતે અચાનક તેની તબિયત લથડી હતી અને ઢળી પડ્યો હતો. જેથી સુપરવાઈઝરે શાળા સંચાલકને જાણ કરી હતી અને 108ની મદદથી સ્નેહને ખેડા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
માતર તાલુકાના માલાવાડાની વિનય મંદીર શાળામાં આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. જે લીંબાસી ખાતે વિજ્ઞાનનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યો હતો. પ્રશ્નપત્ર શરૂઆતમાં જ તેની તબિયત લથડી હતી. આ બનાવને લઇ વિદ્યાર્થી તેમજ શિક્ષક આલમમાં દુઃખની લાગણી પ્રસરી છે. તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે 28 માર્ચથી શરૂ થયેલી પરીક્ષામાં સ્નેહ અગાઉ ગુજરાતી અને ગણિતનું પ્રશ્નપત્ર સારી રીતે આપ્યું હતું. વિજ્ઞાનનું પ્રશ્નપત્ર હોવાથી તે પોતાની માતા સાથે નીકળ્યો હતો. તેની તબિયત નાદુરસ્ત હોવાના લક્ષણો તેની માતાને જણાતા તેની માતાએ આ અગે સુપરવાઇઝર તથા જે તે શિક્ષકને પણ જાણ કરી હતી અને દીકરાને પરીક્ષામાં પાણી તથા લીંબુના શરબતની જરૂર પડે તો આપજો તેવી વાત કરી હતી.

નોંધનીય છે કે ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થી બીમાર પડવાના તથા વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઇ ટેન્શન તથા પ્રેસર રહેતા તેઓ અહીંયાંથી ભાંગી પડે છે અને અને માટે જ આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા અમદાવાદના વિદ્યાર્થીનુ ચાલુ પરીક્ષાએ મોતનો બનાવ બન્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત