Team Chabuk-Gujarat Desk: દુનિયાભરમાં કોરોનાના કેસ હળવા થતાં ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો શરૂ કર્યા છે. તાજેતરમાં જ શારજાહથી સુરતની ફ્લાઇટમાં ડિબોર્ડિંગ કરીને એરપોર્ટથી બહાર આવી રહેલા એક વૃદ્ધ દંપતીના શરીરમાંથી 1 કિલો 900 ગ્રામ સોનુ ઝડપાયું હતું. દંપતી કેપ્સ્યૂલના રૂપમાં અને થોડું બેગમાં બોડીમાં સંતાડીને સોનું લઈ આવ્યા હતા જેની અંદાજીત કિંમત 1.01 કરોડ આંકવામાં આવી છે.

કસ્ટમ વિભાગનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, રવિવારે રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ શારજાહથી સુરત જતી ફ્લાઈટ લેન્ડ થઈ હતી. જેનાથી મુસાફરો એરપોર્ટની બહાર ઉતરી જતા હતા. તે દરમિયાન મુંબઈના 60 વર્ષીય ઈકબાલ અને તેમની પત્નીની શંકાસ્પદ હિલચાલના કારણે અટકાયત કરાય હતી.
અટકાયત બાદ બેગ તપાસતાં તેમાંથી સોનું નીકળ્યું હતું. જેના આધારે બંનેને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને રડવા લાગ્યા હતા અને દંપતીએ પોતે જ સોનાની દાણચોરીની વાત સ્વીકારી હતી.

વધુત તપાસમાં સામે આવ્યું હતું કે, 60 વર્ષીય ઇકબાલે તેના ગુદામાં 04 કેપ્સ્યુલ અને સુગરાના શરીરમાં 02 કેપ્સ્યૂલ છુપાવી હતી. તેમનું કુલ વજન 1 કિલો 900 ગ્રામ હતું. જેની બજાર કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે. બંનેએ જાતે જ તેમના શરીરમાંથી કેપ્સ્યુલ કાઢીને સોંપી દીધી.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા