Homeગુર્જર નગરીસુત્રાપાડાઃ કોન્ટ્રાક્ટ બેઈઝ પર ફરજ બજાવતા કર્મીને મદદનીશ તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ...

સુત્રાપાડાઃ કોન્ટ્રાક્ટ બેઈઝ પર ફરજ બજાવતા કર્મીને મદદનીશ તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ સોંપાતા તાલુકા પંચાયતના સભ્યએ મુખ્યમંત્રીને કરી રજૂઆત

શૈલેષ નાઘેરાઃ રાજ્યમાં અનેક સરકારી ઓફિસોમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર ફરજ બજાવતા અધિકારીને છેલ્લા બે વર્ષથી મદદનીશ તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ સોંપી દેવાતા તાલુકા પંચાયતના સભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને આ અંગે રજૂઆત કરી છે. સુત્રાપાડા તાલુકા પંચાયતના સભ્ય મંજુબેન બારડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ અધિકારીની નિમણૂક નિયમો વિરુદ્ધ થઈ હોવાનું જણાવ્યું છે.

સુત્રાપાડા તાલુકા પંચાયતના સભ્ય મંજુબેન બારડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે,  અમારા તાલુકા તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓ જેવા કે, જિલ્લા વિકાસ અધિકારી, નિયામકશ્રી દ્વારા કાયદાની વિરૂધ્ધમાં નિયમો નેવે મૂકીને સુત્રાપાડા તાલુકામાં કોન્ટ્રાકટ બેઈઝ ઉપર ફરજબજાવતા વાય.આર. ચાવડા, વિસ્તરણ અધિકારી,આઈ.આર.ડી.ને છેલ્લા બે વર્ષથી મદદનીશ તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ સોંપવામાં આવેલ છે. જે તદન ગેરવ્યાજબી અને કાયદાની વિરૂદ્ધમાં છે. ઉપરાંત આ અધિકારીઓ આ કર્મચારી સાથે મળીને તેમને લાટી ગ્રામ પંચાયતનો વહિવટદારનો ચાર્જ આપવામાં આવેલો. સરકારી કર્મચારી ન હોવા છતાં તેઓને ચાર્જ સોંપવામાં આવેલ. તેમજ અમારા તાલુકામાં અન્ય સરકારી કર્મચારી હોવા છતા ઉપરોકત અધિકારીઓએ હળીમળીને વાય.આર. ચાવડાને ચાર્જ સોંપવામાં આવેલ.

shreeji dhosa

તેમજ માન. વિકાસ કમિશનરશ્રી ગાંધીનગરને જે લાટી ગ્રામ પંચાયતના બજેટ સુપરસીડ માટે દરખાસ્ત કરવામાં આવેલ હોય તેમાં પણ વાય.આર. ચાવડાનો ખોટો હોદ્દો મદદનીશ તાલુકા વિકાસ અધિકારી બતાવી અને વિકાસ કમિશનરશ્રીને પણ ગેરમાર્ગે દોરેલ છે. જેમાં જિલ્લા અધિકારી પણ સામેલ હોય તેવુ અમારું માનવુ છે. તેમજ માન. નિયામકશ્રી છેલ્લા બે વર્ષથી આ કર્મચારીનો પગાર કરે છે. ખરેખર આ કર્મચારી તેમના મૂળ હુકમમાં સોંપવામાં આવેલ કામગીરી કરવાને બદલે તેઓ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની કામગીરી કરે છે. છતાં તેમનો પગાર નિયામકશ્રી દ્વારા આઈ.આર.ડી.ની કામગીરીનો પગાર આપવામાં આવી રહ્યો છે. જેની પણ તપાસ કરવી જોઈએ.

ઉપરાંત લાટી ગામે વહિવટદાર તરીકે ઉપરોકત કોન્ટ્રાકટ બેઈઝના કર્મચારીએ જે નાણાકીય વ્યવહારો કરેલ છે તે તદન ગેરવ્યાજબી હોય, કોન્ટ્રાકટ બેઈઝના કર્મચારીને વહિવટદારનો ચાર્જ સોંપી શકાય નહીં. જેથી તેમના સમયગાળામાં જેટલા નાણાકીય વ્યવહારો થયેલા હોય તેની રીકવરી ઉપરોકત વહિવટદાર તરીકે હુકમ કરનાર અધિકારીઓ પાસેથી વસુલ કરવા જોઈએ.

આ ઉપરાંત મંજૂબેન બારડે રજૂઆતમાં જણાવ્યું છે કે,  જિલ્લા વિકાસ અધિકારીશ્રીની નોંધ ઉપર નિર્ણય લઈ નિયામકશ્રી દ્વારા ગત દિવસોમાં વાય.આર. ચાવડાની બદલી કોડીનાર ખાતે કરવામાં આવી હતી. પરંતુ ઉપરોકત અધિકારીઓ દ્વારા નાણાકીય વહીવટો કરીને ફરીથી આ હુકમ રદ કરવામાં આવ્યો છે. જો આ અધિકારીઓ પોતાનું મનફાવે તેવું વર્તન કરે તો તેમની સામે પણ નિયમોનુસાર તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ.

ઉપરોકત કર્મચારીની બદલી જે કરવામાં આવેલ ત્યારબાદ બે દિવસમાં આ બદલી રદ કરવામાં આવી છે. જેમાં કોઈ યોગ્ય કારણો ન હોય જેથી તેમની બદલી થવી જોઈએ અને ઉપરી અધિકારીઓએ જે વિકાસ કમિશનરશ્રીને ગેરમાર્ગે દોરેલ તેમની પણ તપાસ થવી જોઈએ.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments