Homeગુર્જર નગરીયુવરાજસિંહની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #isupportYuvrajsinh, હજારો વિદ્યાર્થી યુવરાજના...

યુવરાજસિંહની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #isupportYuvrajsinh, હજારો વિદ્યાર્થી યુવરાજના સમર્થનમાં

Team Chabuk-Gujarat Desk: યુવરાજસિંહની ધરપકડ બાદ યુવરાજના હજારો સમર્થકોએ સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે. સોશિયલ મીડિયા પર હાલ isupportyuvarajsinh ટ્રેન્ડ કરી રહ્યું છે. વિદ્યાસહાયકો તેમજ વિદ્યાર્થીઓ યુવરાજસિંહને સપોર્ટ કરી રહ્યા છે. સાથે જ સરકાર વિરુદ્ધ આક્રોશ ઠાલવી રહ્યા છે.

shreeji dhosa

યુવરાજસિંહના સપોર્ટમાં એક ટ્વીટર યુઝરે લખ્યું છે કે,

દરેક ચહેરા જાણે પહેરો ભરીને બેઠા છે
ખોટા સવાલો કરવા ઘેરાવો કરીને બેઠા છે,
સફળ થવાને પોતે રમવા નહીં ઉતરે ક્યારેય
બોલનારા સામે ખોટો બળવો કરવાને બેઠા છે

અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં બ્લેક કપડાં પહેરી સરકારનો વિરોધ નોંધાવવા તેમજ યુવરાજસિંહને સપોર્ટ કરવા સોશિયલ મીડિયા પર અપીલ કરી છે.

એક યુઝરે લખ્યું છે કે, સત્ય પરેશાન થઈ શકે પરંતુ પરાજીત નહીં. સાથે જ યુવરાજસિંહને જેલમુક્ત કરવાની પણ માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર પોલીસે યુવરાજ સામે કલમ 307 હેઠળ ગુનો દાખલ કર્યો છે. વિદ્યાસહાયકોના સમર્થનમાં પહોંચેલાં યુવરાજસિંહે પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જો કે, યુવરાજના સમર્થકો રહી રહ્યા છે કે, આ વીડિયો અધુરો છે. બીજી તરર પોલીસ યુવરાજના મોબાઈલ રેકોર્ડ પણ તપાસશે.

shreeji dhosa

યુવરાજસિંહની ધરપકડ બાદ માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ કરણી સેનાએ પણ યુવરાજની જેલમુક્તિની વાત કરી છે. કરણી સેનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી યુવરાજસિંહને સમર્થન જાહેર કર્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments