Team Chabuk-Gujarat Desk: જામનગર શહેરના પોશ એરિયામાં રહેતાં એક સુખી સંપન્ન પરિવારના પ્રોઢ સસરા વિરુદ્ધ તેની જ દીકરાની વહુએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પુત્રવધુનો આરોપ હતો કે તેના સસરાએ તેના પર ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યું છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ કરીને સસરાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રહેતી મહિલાના 2002માં લગ્ન થયા હતાં અને લગ્ન પછી એક પુત્રના જન્મ બાદ પતિ સાથે ઝઘડા થતાં રિસામણે ચાલી ગઈ હતી અને માતાના મૃત્યુ પછી વર્ષ 2017માં સસરા પક્ષ સાથે સમાધાન થયા બાદ પરત સાસરે રહેવા પરત આવી ગઈ હતી. સાસરે પતિ સાથે ઝઘડા થવાથી પતિ તેણીના દિયર સાથે રહેવા જતો રહ્યો હતો અને ત્યાંથી પતિ ક્યાંક જતો રહ્યો હતો. આમ મહિલા તેના પુત્ર સાથે એકલી હોવાથી સુરત રહેતા સાસુ-સસરા તેણીની સાથે આવી ગયા હતાં.
વર્ષ 2019માં કોરોનાકાળમાં સાસુ પરત સુરત રહેવા જતાં રહ્યાં હતાં અને એકાદ વર્ષ પહેલા તેણીના 55 વર્ષની ઉંમરના સસરા રાત્રીના સમયે મહિલાના રૂમમાં આવીને ટાંકામાં પાણી ન હોવાથી જોવાનું કહ્યું હતુ અને તેણી નીચે ગઇ હતી. આ દરમિયાન સસરાએ ‘કહેલ કે, તું મને બહુ ગમે છે, તું મારી ગર્લફ્રેન્ડ બની જા તારો પતિ તને ખુશ નથી રાખતો પણ હું તને તેની ખામી નહીં થવા દઉ’ તેમ કહીને બળજબરી કરી હતી અને બુમો પાડીશ તો તારા દિકરાને જાનથી મરાવી નાખવાની ધમકી આપી વર્ષમાં ચારેક વખત દુષ્કર્મ આચર્યુ હતું.
સસરા દ્વારા દૂષ્કર્મ આચરતા કંટાળેલી મહિલા શહેરમાં અન્ય સ્થળે રહેવા માટે ચાલી ગઈ હતી અને ત્યારબાદ તેણીએ આ અંગે પોલીસમાં જાણ કરતાં પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે તેણીના સસરાની વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. હાલ આ બનાવે જામનગર શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત