Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી થયેલી લૂંટની ઘટના તાજી જ છે ત્યાં રાજ્યમાં વધુ એક જગ્યાએ આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. બોટાદ જિલ્લામાં આવેલા ગઢડાના ઢસા ગામેથી આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીના કર્મચારી પાસે રૂપિયા 28.89 લાખ લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે આર મહિન્દ્રા આંગડીયા પેઢીમાં કામ કરતાં હર્ષદ ઉમેદજી રાજપૂત નામનો કર્મચારી વહેલી સવારે 17,80,000 રોકડા તેમજ 11,09,000ની કિંમતના હીરાના પેકેટ મળી કુલ રૂપિયા 28.89 લાખનો મુદ્દામાલ થેલામાં લઈને પોતાના ટુ-વ્હીલર પર ઢસાથી અમરેલી જવા નીકળ્યો હતો. તે દરમિયાન રસ્તામાં એસન્ટ કાર આવી આંગડિયા પેઢીના કર્મીના બાઇકને ટક્કર મારી તેની પાસે રહેલો થેલો લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. જયારે આંગડિયા પેઢીના કર્મચારીને ઈજા થતાં ગઢડા સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાની જાણ થતા બોટાદ LCB, SOG, ઢસા પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જયારે લૂંટની ઘટનાને પગલે અમરેલી પોલીસ અને ભાવનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જયારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી કરાઈ છે અને હાલ પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત