Homeગુર્જર નગરીસુરત ગ્રીષ્મા હત્યા કેસમાં વધુ એક મુદ્દત પડી, હવે આ તારીખે આવશે...

સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં વધુ એક મુદ્દત પડી, હવે આ તારીખે આવશે ચુકાદો

Team Chabuk-Gujarat Desk: સુરતમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરીયાને જાહેરમાં ગળું કાપીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ કેસનો આરોપી ફેનિલ હાલ જેલ હવાલે છે. ત્યારે કોર્ટમાં 6 એપ્રિલના રોજ બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ હતી. આજે શનિવારે 16 એપ્રિલના રોજ કોર્ટ ચુકાદો આપવાની હતી પરંતુ કોર્ટમાં ચુકાદાની સુનાવણીને લઈને વધુ એક મુદ્દત પડી છે. ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીને લઈને આજે પોલીસ સેશન્સ કોર્ટમાં પહોંચી હતી. પરંતુ ફેનિલને આજે સજા સંભળાવવામાં આવી ન હતી.

કોર્ટમાં ગ્રીષ્મા હત્યા કેસના ચુકાદાની સુનાવણી અંગે વધુ એક મુદ્દત પાડવામાં આવી છે. આરોપી તરફી વકીલ ગેરહાજર હોવાથી મુદ્દત પડી છે. હવે આ કેસનો ચુકાદો 21મી એપ્રિલે આવશે. સરકાર પક્ષ તરફથી આરોપી ફેનિલને વધુ કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી છે. આ માટે પોલીસ દ્વારા 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 100થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. 120 જેટલા દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરાયા છે અને 355 પાનાનું ફર્ધર સ્ટેટમેન્ટ નોંધાયું છે.

સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં કહ્યું હતું કે હત્યા ઉશ્કેરાટમાં નહી પણ પૂર્વ તૈયારી સાથે કરાઈ હતી. આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યું હતું. તો બચાવ પક્ષે દલીલો કરી હતી કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments