Homeગુર્જર નગરીરાજ્યના ખેડૂતોને ધિરાણના વ્યાજમાંથી મુક્તિ, હવેથી ઝીરો ટકા વ્યાજે મળશે ધિરાણ, કૃષિમંત્રીએ...

રાજ્યના ખેડૂતોને ધિરાણના વ્યાજમાંથી મુક્તિ, હવેથી ઝીરો ટકા વ્યાજે મળશે ધિરાણ, કૃષિમંત્રીએ કરી જાહેરાત

Team Chabuk-Gujarat Desk: રાજ્યભરના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે ખેડૂતોને વ્યાજમાંથી મુક્તિ આપી દીધી છે. એટલે કે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે મહત્વનો નિર્ણય લઈને રાજ્યના ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે 4 ટકા વ્યાજની સહાય છૂટી કરી છે.

છેલ્લા ઘણા સમયથી રાજ્યના ખેડૂતોની માંગ હતી કે તેઓને ધિરાણ પરના વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે. ત્યારે ખેડૂતો માટે રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે એક મોટી જાહેરાત કરી છે. તેમણે ખેડૂતોની તરફેણમાં પરિપત્ર જાહેર કર્યો છે. ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે રાજ્ય સરકારે ચાર ટકા વ્યાજની સહાય છૂટી કરી છે. રાજ્ય સરકારના નિર્ણયથી હવે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન મળી રહેશે. આ લોનનું જે વ્યાજ છે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચાઈ જશે. અત્યાર સુધી સરકારનો નિર્ણય ન થવાના કારણે ખેડૂતોને પાક પર ધિરાણ લેવામાં વ્યાજ ભરવું પડતું હતું. પરંતુ હવે 4 ટકા પાક ધિરાણની રકમ સરકાર છૂટી કરી રહી છે. 

સરકારના આ નિર્ણય બાદ રાજ્યના ખેડૂતોની મુશ્કેલીઓનો અંત આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોને વગર વ્યાજે ઘિરાણ મળવું જોઈએ છતાં વ્યાજ ભરવું પડતું હતું તેથી અમે સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરી અને તેમની સૂચનાથી જ આ નિર્ણય લીધો છે. સહકાર મંત્રીની હાજરીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

coop surat

હવેથી ખેડૂતોના ધિરાણ પર જે વ્યાજ લેવામાં આવતું હતું તે સરકાર ભોગવશે. ધિરાણ પર કુલ 7 ટકા વ્યાજ લેવામાં આવે છે જેમાંથી કેન્દ્ર સરકાર અગાઉથી જ 3 ટકા ભરતી હતી જેથી ખેડૂતોને ચાર ટકા વ્યાજ ચૂકવવું પડતું હતું પરંતુ હવેથી આ બાકીનું ચાર ટકા વ્યાજ પણ રાજ્ય સરકાર ભોગવશે જેથી ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ ઉપલબ્ધ થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments