Homeગુર્જર નગરીટિકટોક ગર્લ કીર્તિ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ, જાણો શું છે...

ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ, જાણો શું છે મામલો

Team Chabuk-Gujarat Desk: હંમેશા કોઈને કોઈ વિવાદમાં સપડાતી ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ થયેલી મારામારીની અંગત અદાવત રાખીને કીર્તિ પટેલે એક યુવતીને ધમકી આપી બિભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાઈરલ કરવા અંગે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેડતી, ધમકી આપવી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે કીર્તિ પટેલ વિરુદ્ધ અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાઈ ચુક્યો છે. ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે. બે મહિના પહેલાં સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિરુદ્ધ બિભત્સ લખાણ અને ફોટા વાઇરલ કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો છે. 

coop ahmedabad

અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં પણ એક મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હતો. કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી. 

coop surat

જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષોએ સમાધાન કર્યું હોવાની ચર્ચા હતી ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતી હોવાથી પોલીસે તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments