શૈલેષ નાઘેરાઃ ગીર સોમનાથ જિલ્લામાં અનેક વિસ્તારોમાં દીપડાઓ જોવા મળે છે. જેને લઈને સ્થાનિકોએ સતત ભયના ઓથાર નીચે જીવવું પડે છે. કોડિનાર તાલુકાના ડોળાસાનો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. ડોળાસા ગામના સીમ વિસ્તારમાં દીપડાના ધામાથી ગ્રામજનો અને ખેડૂતો ભયના ઓથર હેઠળ હતા. જેને લઈ વનવિભાગે કવાયત હાથ ધરી હતી. જેમાં છેલ્લા 15 દિવસમાં ગામની સીમમાં આવેલી એક જ વાડીમાંથી પાંચ દીપડા પાંજરે પૂર્યા છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડોળાસાના કાળુભાઇ નારણભાઈ બારડની વાડી ગામના સીમ વિસ્તારમાં આવી છે. વાડીમાં તેઓ પરીવાર સાથે રહે છે. આ વાડીમાં અને આસપાસ છેલ્લા થોડા દિવસોથી દીપડા, દીપડી બચ્ચાઓ સાથે આંટાફેરા કરતા જોવા મળતા હતા. જેને લઈ ખેડૂત કાળુભાઈએ જામવાળા વનવિભાગને જાણ કરી હતી.
વન વિભાગના દિપકસિંહ રાઠોડ, અલીભાઈ, સેવરાભાઈ, સાગરબાપુ, જીતુભાઈ ગોહિલ, જીતુભાઈ મોરી સહિતના છેલ્લા વીસેક દિવસથી દીપડાઓને કેદ કરવા કાળુભાઈની વાડીમાં અને આસપાસમાં પાંજરા ગોઠવી કવાયત હાથ ધરી હતી. જેમાં છેલ્લા 15 દિવસમાં પાંચ દીપડા પાંજરે પુરાયા છે.

કાળુભાઈની વાડીમાંથી કેદ થયેલા દીપડા- દિપડીના પરીવારે ઘણા સમયથી ગામ અને આસપાસના વિસ્તારમાં ધામા નાખ્યા હતા. અવારનવાર દીપડા જોવા મળતા સ્થાનિકો પણ સતત ભયમાં જીવી રહ્યા હતા. જો કે, પાંચ દીપડા પકડાતા હવે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત